મોનોરેલ સેવા એક મહિનામાં પ્રવાસીઓ માટે શરૂ થવાની તૈયારીમાં
મોનોરેલ સેવા એક મહિનામાં પ્રવાસીઓ માટે શરૂ થવાની તૈયારીમાં
Published on: 05th June, 2026

ચેંબુરથી જેકબ સર્કલ મોનોરેલ રૂટ ફરીથી શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે, કારણ કે પ્રકલ્પને મેટ્રો કમિશનર, મેટ્રો રેલ સુરક્ષા તરફથી સુરક્ષા પ્રમાણપત્ર મળ્યું છે. આખરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં મોનોરેલ શરૂ થશે. જોકે, રાજ્યમાં વિધાન પરિષદ ચૂંટણીની આચારસંહિતા 25 જૂને પૂર્ણ થયા બાદ મોનોરેલ સેવામાં આવશે. પ્રવાસીઓને જૂનના અંત સુધી અથવા જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાહ જોવી પડશે. આ મુંબઈ અને દેશની પ્રથમ મોનોરેલ સેવા અનેક વિવાદો અને ખોટ સાથે સતત ચર્ચામાં રહી છે.