વેટલિફ્ટિંગનો ઇતિહાસ: પ્રાચીન કાળથી આધુનિક ઓલિમ્પિક્સ સુધીની સફર
ભારે વજન ઊંચકવાની કળા પ્રાચીન સંસ્કૃતિઓમાં શક્તિના પ્રદર્શન તરીકે પ્રચલિત હતી. આધુનિક સ્પર્ધાત્મક વેટલિફ્ટિંગનો ઉદય 19મી સદીના ઉત્તરાર્ધમાં થયો, અને 1896ની પ્રથમ ઓલિમ્પિક રમતોમાં તેનું સ્થાન નિશ્ચિત થયું. શરૂઆતમાં માત્ર પુરુષો માટે મર્યાદિત આ રમતમાં, 2000ના સિડની ઓલિમ્પિક્સથી મહિલાઓને પણ સત્તાવાર રીતે સામેલ કરવામાં આવી. આ સ્પર્ધામાં ખેલાડીઓએ બાર્બલને માથા ઉપર ક્લીન અને જર્ક પદ્ધતિ દ્વારા ઊંચકવાનું હોય છે, જેમાં મહત્તમ વજનનો સરવાળો કરીને વિજેતા નક્કી કરાય છે.
વેટલિફ્ટિંગનો ઇતિહાસ: પ્રાચીન કાળથી આધુનિક ઓલિમ્પિક્સ સુધીની સફર
શુભમન ગિલ વિરાટ કોહલી જેવો જાદુ કરી શકશે?
લગભગ ૯ વર્ષ બાદ ભારતીય ટીમ શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝ રમવા પહોંચી છે. ૧૫ ઓગસ્ટથી શરૂ થનારી આ બે મેચની સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૨૦૧૭માં વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતે શ્રીલંકાને ૩-૦થી હરાવી ઇતિહાસ રચ્યો હતો. હવે કેપ્ટન શુભમન ગિલ પર આ જ સફળતાનું પુનરાવર્તન કરવાની જવાબદારી છે. વિરાટ, રોહિત અને અશ્વિન જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં ગિલની કેપ્ટનશીપ અને બેટિંગ બંનેની કસોટી થશે. ગોલની પીચ પર સ્પીનર્સનો પડકાર રહેશે.
શુભમન ગિલ વિરાટ કોહલી જેવો જાદુ કરી શકશે?
દાહોદના દેવગઢબારીઆની મિસબા દીવાને મલેશિયામાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું
મલેશિયામાં યોજાયેલી MBW ઇન્ટરનેશનલ ઓપન તાઈકવાન્ડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દેવગઢબારીઆની ખેલાડી મિસબા દીવાનનું તેના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મિસબા દીવાને ક્યોરુગીમાં સિલ્વર, પૂમસેમાં સિલ્વર અને વર્ચ્યુઅલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી દાહોદ જિલ્લા અને દેશનું ગૌરવ વધાર્યું છે. પરિવાર, મિત્રો, રમતગમત પ્રેમીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ફૂલહાર પહેરાવી તેનું સ્વાગત કર્યું. આગેવાનોએ તેની સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી.
દાહોદના દેવગઢબારીઆની મિસબા દીવાને મલેશિયામાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું
છોટાઉદેપુરમાં 13 ડિસેમ્બરે ‘દોડ 2.0- મેરેથોન’
છોટાઉદેપુરમાં 13 ડિસેમ્બરે ‘દૌડ 2.0 – છોટાઉદેપુર મેરેથોન' યોજાશે, જે માત્ર દોડ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાની એકતા, સ્વસ્થતા અને સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ બનશે. જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના જણાવ્યા અનુસાર, આ વર્ષે કિડ્સ રન, ફન રન, ચેલેન્જ, હાફ મેરેથોન અને ફુલ મેરેથોન જેવી વિવિધ કેટેગરીઓ રાખવામાં આવી છે. આ ભવ્ય ઉત્સવના ભાગરૂપે આગામી મહિનાઓમાં ગ્રીન ડ્રાઇવ, હેરિટેજ વૉક, સાયક્લોથોન, સાડી રન, એડવેન્ચર કેમ્પ, કાયકિંગ એક્સપિડિશન, ગરબા, મ્યુઝિકલ નાઇટ, પેઇન્ટિંગ સ્પર્ધા, બાલ મેળો, ફન સ્ટ્રીટ અને ભજન સંધ્યા જેવી અનેક પ્રી-ઇવેન્ટ્સ યોજાશે, જે સ્વસ્થ જીવનશૈલી અને એકતાનો સંદેશ આપશે.
છોટાઉદેપુરમાં 13 ડિસેમ્બરે ‘દોડ 2.0- મેરેથોન’
નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતના વિદ્યાર્થીએ જીત્યા 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ
નવસારીની નારણ લાલા કોલેજના F.Y.BBA ના વિદ્યાર્થી સન્ની એ. મિશ્રાએ કર્ણાટકના મૈસુર ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશીપમાં જીમ્નાસ્ટીક્સમાં 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ એમ કુલ 4 મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓલ એજ ગ્રુપ એક્રોબેટિક જીમ્નાસ્ટીક્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026-27 માં જુનિયર ગ્રુપ મિક્સ્ડ પેર ઇવેન્ટમાં સન્નીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. બેલેન્સ અને ડાયનેમિક ઇવેન્ટમાં સિલ્વર, જ્યારે ઓવરઓલ અને ટીમ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા.
નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતના વિદ્યાર્થીએ જીત્યા 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ
પોરબંદરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેક્વોન્ડો સ્પર્ધા
70મી SGFI જિલ્લા કક્ષાની ટેક્વોન્ડો સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાઈ. રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ પોરબંદર ટેક્વોન્ડો એસોસિએશનના સહયોગથી આયોજન થયું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાની રમત કુશળતા, શિસ્ત તથા રમતિયાળ ભાવનાનું પ્રદર્શન કર્યું. આ સ્પર્ધા આત્મરક્ષાની કળા તરીકે ટેક્વોન્ડોને પ્રોત્સાહન આપે છે અને યુવા પ્રતિભાઓને આગળ વધવાની તક પૂરી પાડે છે.
પોરબંદરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેક્વોન્ડો સ્પર્ધા
જરૂરિયાતથી વધુ રોકાવ તો અપ્રિય બનો, માણસ હોય કે વરસાદ
૨૦૨૬ના પૂરે લોકો પાસેથી ઘણું લઈ લીધું અને આપ્યું પણ. દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ ૧૯૬૮ની યાદ અપાવે છે, જ્યાં ચારેય કોર પાણી જ પાણી હતું. દરેક પરિસ્થિતિ ચિંતનનો અવસર લઈને આવે છે. માણસ તરીકે દુઃખ, પીડા થવી સ્વાભાવિક છે. સ્થિતપ્રજ્ઞ બનવું મુશ્કેલ છે. આ પૂર ગીતાના અઢારમાં અધ્યાય જેવું લાગ્યું, જેણે જીવનના ઘણા પાસાઓ સ્પર્શી ગયા. પૈસા કરતાં સંબંધો વધુ મહત્વના છે, જે આ પૂરે શીખવ્યું. માનવતા હજી જીવંત છે.
જરૂરિયાતથી વધુ રોકાવ તો અપ્રિય બનો, માણસ હોય કે વરસાદ
અરવલ્લીની શિલ્પકળાનો અદ્ભુત નમૂનો: રાણકપુર જૈન મંદિર
રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં આવેલું રાણકપુર જૈન મંદિર ભારતીય સ્થાપત્યકળા અને કારીગરીનો અજોડ નમૂનો છે. શ્વેત આરસપહાણમાંથી બનેલું આ 15મી સદીનું મંદિર ભગવાન ઋષભદેવજી(આદિનાથ)ને સમર્પિત છે. ધરણ શાહના સ્વપ્નથી પ્રેરાઈને અને રાણા કુંભાના સહયોગથી બનેલા આ મંદિરમાં 1444 અદ્વિતીય કોતરણીવાળા સ્તંભો છે. ચતુર્મુખ સ્થાપત્ય અને કુદરતી પ્રકાશ વ્યવસ્થા તેની વિશેષતા છે. આ મંદિર ગણિતશાસ્ત્ર, સ્થાપત્ય અને કળાનો ઉત્કૃષ્ટ પુરાવો છે.
અરવલ્લીની શિલ્પકળાનો અદ્ભુત નમૂનો: રાણકપુર જૈન મંદિર
અલ્બાટ્રોસ: ખુલ્લા આકાશ અને સમુદ્રનો રાજા
અલ્બાટ્રોસ, વિશ્વનું સૌથી મોટી પાંખો ધરાવતું પક્ષી, જેની પાંખો 11 થી 12 ફૂટ સુધી ખુલી શકે છે. આ અદ્ભુત પક્ષી હવાના પ્રવાહનો ઉપયોગ કરીને કલાકો સુધી ઊર્જા વાપર્યા વગર ઉડી શકે છે અને હજારો કિલોમીટરની મુસાફરી કરી શકે છે. તેની સૌથી મોટી તાકાત એ છે કે તે ઊડતાં ઊડતાં પણ અડધું મગજ ઊંઘાડીને રસ્તો અને સંતુલન જાળવી શકે છે. તેની ખાસ Salt Gland તેને ખારું પાણી પીવામાં મદદ કરે છે.
અલ્બાટ્રોસ: ખુલ્લા આકાશ અને સમુદ્રનો રાજા
રમેશ કૃષ્ણન: ભારતીય ટેનિસના સુવર્ણ યુગના દિગ્ગજ ખેલાડી
90ના દાયકામાં, જ્યારે વિશ્વ ટેનિસ શક્તિશાળી સર્વ પર કેન્દ્રિત હતું, ત્યારે રમેશ કૃષ્ણન નામના ભારતીય ખેલાડીએ પોતાની બુદ્ધિ, ટાઇમિંગ અને પ્લેસમેન્ટથી દિગ્ગજોને પડકાર્યા. તેમની રમત તાકાત પર નહિ, પણ કળા, ચાલાકી અને ઊંડી સમજ પર આધારિત હતી. પિતા રામનાથન કૃષ્ણનના માર્ગદર્શન હેઠળ, તેમણે જુનિયર વિમ્બલડન અને ફ્રેન્ચ ઓપન જીતી વિશ્વનું ધ્યાન ખેંચ્યું. સિનિયર સ્તરે, યુ.એસ. ઓપન અને વિમ્બલડનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અને વિશ્વ રેન્કિંગમાં ટોચ પર રહ્યા. 1987ના ડેવિસ કપમાં તેમણે ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી. 'ટચ ટેનિસ' માટે જાણીતા રમેશ કૃષ્ણન, ભારતીય ટેનિસના આદર્શ રહ્યા છે.
રમેશ કૃષ્ણન: ભારતીય ટેનિસના સુવર્ણ યુગના દિગ્ગજ ખેલાડી
મનોવિજ્ઞાન: માનવીના બાહ્ય-આંતરિક વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ
મનોવિજ્ઞાન, જેને સાઇકોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગ્રીક શબ્દો 'સાયકી' (આત્મા) અને 'લોગોસ' (વિજ્ઞાન) પરથી ઉતરી આવ્યું છે. શરૂઆતમાં તેને આત્માના વિજ્ઞાન તરીકે જોવામાં આવતું હતું. આજે, મનોવિજ્ઞાન માનવીના તમામ પ્રકારના બાહ્ય અને આંતરિક વર્તનો, ભલે તે જાગ્રત હોય કે સુપ્ત અવસ્થામાં, અભ્યાસ કરતું એક વૈજ્ઞાનિક ક્ષેત્ર છે. તે ખોટા ખ્યાલો અને પૂર્વગ્રહોથી મુક્ત થઈ, સંશોધનાત્મક અભિગમથી ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરે છે.
મનોવિજ્ઞાન: માનવીના બાહ્ય-આંતરિક વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ
બહારથી બંધ નાળિયેરમાં પાણી ક્યાંથી આવે છે?
બહારથી બંધ દેખાતા નાળિયેરમાંથી મળતું શુદ્ધ અને મધુર પાણી કુદરતની અદ્ભુત પ્રક્રિયાનું પરિણામ છે. નાળિયેરના ઝાડનાં મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્ત્વો શોષે છે. `ઓસ્મોસિસ' અને ઝાયલેમ ટિશ્યૂની મદદથી આ પાણી ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ ઝાડની ઊંચાઈ સુધી પહોંચે છે. આ પાણી `લિક્વિડ એન્ડોસ્પર્મ' સ્વરૂપે નાળિયેરમાં એકઠું થાય છે, જે બીજના વિકાસ માટે પોષક ખોરાક છે. જેમ-જેમ નાળિયેર પાકે છે, તેમ-તેમ આ પ્રવાહી ઘનીભૂત થઈને કોપરું બને છે. નાળિયેરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ હોવાથી તે સ્વાસ્થ્ય માટે કુદરતી વરદાન છે.
બહારથી બંધ નાળિયેરમાં પાણી ક્યાંથી આવે છે?
લો બોલો! ચીને અંતરિક્ષમાં ઉગાડ્યું ડાંગર...
ચીને તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર ઝીરો-ગ્રેવિટી વાતાવરણમાં સફળતાપૂર્વક ચોખાનું ઉત્પાદન કરીને અવકાશ સંશોધનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વૈજ્ઞાનિકોએ માત્ર ડાંગર ઉગાડવામાં જ નહીં, પરંતુ તેની સફળ લણણી કરવામાં પણ સફળતા મેળવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રયોગ ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ જેવા લાંબા અવકાશ મિશન માટે મોટો માઈલસ્ટોન સાબિત થઈ શકે છે, કારણ કે તે અવકાશમાં ખાદ્ય ઉત્પાદનની નવી શક્યતાઓ ઉભી કરે છે.
લો બોલો! ચીને અંતરિક્ષમાં ઉગાડ્યું ડાંગર...
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં જૂડોમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવી ત્રિપુરાની અસ્મિતા ડેએ ઇતિહાસ રચ્યો છે. 48KG કેટેગરીમાં ગોલ્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. સાયકલ મેકેનિક પિતાની આર્થિક તંગી હોવા છતાં, અસ્મિતાએ પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયથી આ સિદ્ધિ મેળવી. જર્મનીમાં ખાસ તાલીમ લીધા બાદ, અસ્મિતાએ પોતાના કોચના પ્રોત્સાહનથી ફાઈનલમાં રોમાંચક મુકાબલો જીતી ગોલ્ડ પોતાના નામે કર્યો.
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ
જેમ્સ વેબ દ્વારા બ્રહ્માંડના રહસ્યમય 'લિટલ રેડ ડોટ્સ' નો ભેદ ઉકેલાયો
બ્રહ્માંડના પ્રારંભિક સમયના રહસ્યમય 'લિટલ રેડ ડોટ્સ' (Little Red Dots) અંગે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST) દ્વારા મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. હાર્વર્ડ-સ્મિથસોનિયનના અભ્યાસ મુજબ, આ પદાર્થો કદાચ સૂર્ય કરતાં ૧ લાખ ગણા વધુ દ્રવ્યમાન ધરાવતા મહાકાય "મોન્સ્ટર સ્ટાર્સ" હોઈ શકે છે. આ તારાઓના અંતિમ પતનથી બ્રહ્માંડના પ્રથમ સુપરમેસિવ બ્લેક હોલ્સની રચના થઈ હોઈ શકે છે. આ એક જ મોડેલ તેમના પ્રકાશ, આકાર અને રાસાયણિક લક્ષણોને સમજાવે છે.
જેમ્સ વેબ દ્વારા બ્રહ્માંડના રહસ્યમય 'લિટલ રેડ ડોટ્સ' નો ભેદ ઉકેલાયો
આર્કટિકના ઓગળતા બરફે શોધી કાઢ્યું નવું રહસ્ય!
આર્કટિકના બરફના પીગળવાને કારણે એક નવી કુદરતી પ્રક્રિયા શોધી કાઢવામાં આવી છે, જે પૃથ્વીના હવામાનને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ પ્રક્રિયા "માર્જિનલ આઈસ ઝોન" માં જોવા મળે છે, જ્યાં દરિયાઈ બરફ અને ખુલ્લો સમુદ્ર મળે છે. દરિયાઈ જીવસૃષ્ટિ અને સૂર્યપ્રકાશની અસરથી અહીંથી નીકળતા રસાયણો વાતાવરણમાં વાદળો બનાવવા માટે જરૂરી સૂક્ષ્મ કણોની સંખ્યામાં ભારે વધારો કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ શોધ "ન્યૂ પાર્ટિકલ ફોર્મેશન" પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવામાં અને ભવિષ્યના ક્લાઈમેટ મોડલને સુધારવામાં મદદરૂપ થશે.
આર્કટિકના ઓગળતા બરફે શોધી કાઢ્યું નવું રહસ્ય!
રાજ્યસ્તરીય ગર્લ્સ ફૂટબોલ સ્પર્ધા: રાજકોટનો બનાસકાંઠા સામે પ્રથમ જંગ, 10 જિલ્લાની ટીમો ભાગ લેશે
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન દ્વારા વડનગર ખાતે આયોજિત જૂનિયર ગર્લ્સ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026માં રાજકોટ સહિત 10 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. રાજકોટની ટીમ શુક્રવારે બનાસકાંઠા, શનિવારે પાટણ અને રવિવારે વલસાડ સામે મેચ રમશે. ટીમ મેનેજર દિયા અમલાણી અને કોચ નિરાલી ધેરઈયા સાથે 20 ખેલાડીઓ છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સભ્યોએ ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.
રાજ્યસ્તરીય ગર્લ્સ ફૂટબોલ સ્પર્ધા: રાજકોટનો બનાસકાંઠા સામે પ્રથમ જંગ, 10 જિલ્લાની ટીમો ભાગ લેશે
આવું તે થતું હશે ક્યાય…માતા ઊંટ બચ્ચાને સ્વીકારતી નથી!
મંગોલિયાના ગોબી રણમાં, જ્યારે માતા ઊંટ પોતાના નવજાત બચ્ચાને સ્વીકારતી નથી, ત્યારે પશુપાલકો ‘ખૂસ્લોખ’ નામની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેઓ ધીમા, ભાવનાત્મક ગીતો ગાઈને અને મોરીન ખુર (Morin Khuur) જેવા પરંપરાગત વાદ્યો વગાડીને માતા ઊંટનું મન શાંત કરવાનો પ્રયાસ કરે છે. આ સદીઓ જૂની વિધિમાં કોઈ બળજબરી નથી, ફક્ત સંગીત અને કરુણા દ્વારા ભાવનાત્મક જોડાણ ફરી સ્થાપિત થાય છે. આ પ્રથા માત્ર પશુપાલન જ નહીં, પરંતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને ધીરજનું પ્રતિક છે. UNESCO દ્વારા પણ આ ‘Camel Coaxing Ritual’ને વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી છે.
આવું તે થતું હશે ક્યાય…માતા ઊંટ બચ્ચાને સ્વીકારતી નથી!
IRCTC દ્વારા 'સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા'નું આયોજન!
IRCTC દ્વારા 'ભારત ગૌરવ ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેન' પર 'સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા' નામનું નવું આધ્યાત્મિક ટૂરિઝમ પેકેજ શરૂ કરાયું છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થઈને મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 7 પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરાવશે. તેમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ગુજરાતના નાગેશ્વર, સોમનાથ, અને મહારાષ્ટ્રના ભીમાશંકર, ઘૃષ્ણેશ્વર, તથા ત્ર્યંબકેશ્વરનો સમાવેશ થાય છે. ટ્રેનમાં AC કેબિન, રેસ્ટોરન્ટ, સુરક્ષા અને ટૂર મેનેજરની સુવિધાઓ છે. AC I, II, III કેબિનવાળી આ ટ્રેનનું ભાડું ₹90,930 થી શરૂ થાય છે.
IRCTC દ્વારા 'સપ્ત જ્યોતિર્લિંગ મહાયાત્રા'નું આયોજન!
IPLમાં KKR એ ખરીદેલો ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી 31 વર્ષની વયે રિટાયર
ઓસ્ટ્રેલિયાના 31 વર્ષીય ફાસ્ટ બોલર મેથ્યુ કેલીએ સતત ઈજાઓ સામે ઝઝૂમ્યા બાદ વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને પર્થ સ્કોર્ચર્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર કેલીએ પોતાની ઘરેલું કારકિર્દીમાં કુલ 274 વિકેટ ઝડપી હતી. વારંવાર ઈજાઓ થવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમિત રમી શક્યા નહીં, તેથી તેમણે આ ભાવનાત્મક નિર્ણય લીધો. Kolkata Knight Riders (KKR) દ્વારા IPL માં પસંદ કરાયેલા હોવા છતાં, તેમને રમવાની તક મળી નહોતી.
IPLમાં KKR એ ખરીદેલો ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી 31 વર્ષની વયે રિટાયર
વરસાદે બગાડ્યો આયરલેન્ડ નો 2027 ODI વર્લ્ડ કપ ડાયરેક્ટ એન્ટ્રીનો સ્વપ્ન
આયરલેન્ડ ક્રિકેટ ટીમ માટે આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ ODI મેચ વરસાદના કારણે રદ થતાં જ આયરલેન્ડની ટીમ 2027 ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થવાની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. હવે આયરલેન્ડએ વર્લ્ડ કપ ની મુખ્ય ટૂર્નામેન્ટમાં પહોંચવા માટે ક્વોલિફાયર રાઉન્ડ માંથી પસાર થવું પડશે. સતત ખરાબ હવામાન અને વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો, જેથી મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો. ડાયરેક્ટ ક્વોલિફિકેશનની રેસમાં જીવંત રહેવા માટે Ireland માટે આ સીરિઝની તમામ 3 મેચો જીતવી અત્યંત જરૂરી હતી, જે હવે શક્ય નથી.
વરસાદે બગાડ્યો આયરલેન્ડ નો 2027 ODI વર્લ્ડ કપ ડાયરેક્ટ એન્ટ્રીનો સ્વપ્ન
25 વર્ષીય યુવા ક્રિકેટરે ઈજાને કારણે કરિયર છોડી
ઇંગ્લૅન્ડના યુવા ઝડપી બોલર જોન ટર્નરે માત્ર 25 વર્ષની નાની વયે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પીઠમાં ગંભીર સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે તે લાંબા સમયથી મેદાનથી દૂર હતો. જૂના ઈજાના રેકોર્ડ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે કમબેક કરવાને બદલે રમતમાંથી નિવૃત્ત થઈ જીવનની નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કાઉન્ટી ક્રિકેટમાં હેમ્પશાયર સાથે તેના કોન્ટ્રાક્ટમાં હજુ 2 વર્ષ બાકી હતા. તેણે ઇંગ્લૅન્ડ માટે 2 ODI અને 2 T20I મેચ રમી કુલ 3 વિકેટ લીધી હતી.
25 વર્ષીય યુવા ક્રિકેટરે ઈજાને કારણે કરિયર છોડી
અજિંક્ય રહાણે: ટેસ્ટ ડેબ્યૂ માટે 2 વર્ષ રાહ, પાણી પીવડાવવામાં પણ કંઈ ખોટું નથી
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટર અજિંક્ય રહાણેએ પોતાની કારકિર્દીના મુશ્કેલ તબક્કાને યાદ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યા છતાં પ્લેઇંગ ઇલેવનમાં આવવા માટે લગભગ બે વર્ષ અને 20 ટેસ્ટ મેચ સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન તેઓ 12મા ખેલાડી તરીકે ભૂમિકા ભજવી હતી. સહાનુભૂતિ મેળવવા કરતાં સકારાત્મક અભિગમ પસંદ કરીને, પાણી પીવડાવવામાં કે મદદ કરવામાં કંઈ ખોટું નથી, તેમ તેમણે યુટ્યુબ ચેનલ પર જણાવ્યું.
અજિંક્ય રહાણે: ટેસ્ટ ડેબ્યૂ માટે 2 વર્ષ રાહ, પાણી પીવડાવવામાં પણ કંઈ ખોટું નથી
DSP સિરાજનો નવો લુક ચર્ચામાં, શ્રીલંકામાં 'મિયા મેજિક'નો નવો અવતાર જોઈ ફેન્સ ચોંક્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલાં અભ્યાસ મેચમાં ઝડપી બોલર મોહમ્મદ સિરાજ નવા હેરસ્ટાઇલ અને બદલાયેલા લુકમાં જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં તેલંગાણા પોલીસમાં DSP તરીકે ફરજ બજાવતા સિરાજ પર ભારતીય પેસ આક્રમણની મુખ્ય જવાબદારી રહેશે. બીજી તરફ, શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાથી પ્રેક્ટિસ મેચમાં ટીમની કમાન કેએલ રાહુલે સંભાળી હતી, જે આગામી શ્રેણી માટે મહત્વપૂર્ણ તૈયારી માનવામાં આવી રહી છે.
DSP સિરાજનો નવો લુક ચર્ચામાં, શ્રીલંકામાં 'મિયા મેજિક'નો નવો અવતાર જોઈ ફેન્સ ચોંક્યા
કળિયુગમાં પ્રભાવશાળી ભગવાન શિવના બે મંદિર: ત્ર્યંબકેશ્વર અને કેદારનાથ
પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવના દર્શનનું વિશેષ મહત્વ છે. ભારતમાં આવેલા અનેક શિવધામોમાં મહારાષ્ટ્રનું ત્ર્યંબકેશ્વર અને ઉત્તરાખંડનું કેદારનાથ ધામ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ત્રણ મુખોવાળું છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. અહીં ગૌતમ ઋષિની તપસ્યાથી ગોદાવરી નદી પ્રગટ થઈ. કેદારનાથ ધામ મહાભારત કાળથી પાંડવોના પાપમુક્તિ સાથે જોડાયેલું છે. આ મંદિર ભારે પથ્થરોથી બનેલું છે અને સદીઓથી અનેક આપત્તિઓમાં પણ સુરક્ષિત રહ્યું છે. આ બંને સ્થળોએ આસ્થા અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ જોવા મળે છે.
કળિયુગમાં પ્રભાવશાળી ભગવાન શિવના બે મંદિર: ત્ર્યંબકેશ્વર અને કેદારનાથ
જો હપ્તો નહીં ભરો તો બેંકો મોબાઇલ-લેપટોપ લોક કરી શકશે!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ EMI ડિફોલ્ટર માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે, 60 દિવસ કરતાં વધુ સમય સુધી EMI ભરવામાં વિલંબ થાય તો જ બેંકો કે ફાઈનાન્સ કંપનીઓ સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ જેવા ઉપકરણોને સંપૂર્ણપણે લોક કરી શકશે. આ નિયમો 1 જાન્યુઆરી 2027 થી લાગુ થશે. 30 દિવસ સુધી કોઈ લોકિંગ નહીં, 30-60 દિવસમાં ધીમે ધીમે પ્રતિબંધ અને 60 દિવસ પછી જ સંપૂર્ણ લોકિંગ. જોકે, ઇમરજન્સી સેવાઓ અને ગ્રાહકના પર્સનલ ડેટાની સુરક્ષા જાળવવામાં આવશે. ગ્રાહક દ્વારા રકમ ચૂકવ્યાના એક કલાકમાં ડિવાઈસ અનલોક કરવું ફરજિયાત છે.
જો હપ્તો નહીં ભરો તો બેંકો મોબાઇલ-લેપટોપ લોક કરી શકશે!
ધ્રાંગધ્રાના ભાઈ-બહેને વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું નામ રોશન કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના ભાઈ-બહેન ઝીશાનખાન ખોખર અને ઝુવેરિયાબાનુ ખોખરે મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી 13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. યુવા શૂટર ઝીશાનખાન ખોખરે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે તેમની બહેન ઝુવેરિયાબાનુ ખોખરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ સિદ્ધિ ગુજરાત રાજ્ય અને દસાડા ગામ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ છે કે સખત મહેનત અને નિષ્ઠાથી કોઈપણ સપનું સાકાર થઈ શકે છે.
ધ્રાંગધ્રાના ભાઈ-બહેને વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું નામ રોશન કર્યું
દીપેશ દેવેન્દ્રએ TNPLમાં ડેબ્યૂ સાથે પોતાની 146km/hની ઝડપે સૌનું ધ્યાન ખેંચ્યું!
ભારતીય અંડર-19 ટીમના સ્ટાર ખેલાડી દીપેશ દેવેન્દ્રએ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં પોતાના ડેબ્યૂ મેચમાં જ 140 km/h થી વધુની ઝડપે બોલિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું. મદુરાઈ પેંથર્સ તરફથી રમતા દીપેશે ત્રિચી ગ્રાન્ડ ચોલાસ સામે 143 km/h અને 146 km/h ની ઝડપે બોલિંગ કરી. પોતાની ડેબ્યૂ મેચમાં 1 વિકેટ ઝડપી, સાથે જ અંડર-19 વર્લ્ડ કપ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ તે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે.
દીપેશ દેવેન્દ્રએ TNPLમાં ડેબ્યૂ સાથે પોતાની 146km/hની ઝડપે સૌનું ધ્યાન ખેંચ્યું!
CNG-PNG માં હવે ભળશે બાયોગેસ!
સરકારે બાયોગેસ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ₹23,731 કરોડની 'ગોબરધન' યોજનાને મંજૂરી આપી છે, જે દસ વર્ષમાં અમલમાં આવશે. આ યોજના હેઠળ, CNG અને PNG માં પાંચ ટકા સુધી બાયોગેસ ભેળવવાની યોજના છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કૃષિ કચરો, પશુઓનું છાણ અને કાર્બનિક કચરામાંથી સ્વચ્છ ઇંધણ અને ખાતર બનશે. આનાથી શહેર ગેસ વિતરણ કંપનીઓ બાયોગેસ ખરીદી શકશે. 2028-29 સુધીમાં CNG અને PNG માં 5% બાયોગેસ મિશ્રણનું લક્ષ્ય છે. 'ગોબરધન' યોજનાનો ઉદ્દેશ્ય CBG ઉત્પાદનને દસ ગણું વધારવાનો છે, જે ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે.
CNG-PNG માં હવે ભળશે બાયોગેસ!
વિલ જેક્સે 'ધ હન્ડ્રેડ' માં પકડ્યો આઇકોનિક બાઉન્ડ્રી કેચ
'ધ હન્ડ્રેડ' લીગની 23મી મેચમાં MI લંડને લંડન સ્પિરિટને 4 વિકેટે હરાવી, જ્યારે લંડન સ્પિરિટ નોકઆઉટ રેસમાંથી બહાર થયું. આ મેચમાં લંડન સ્પિરિટના લુઆન ડ્રે પ્રિટોરિયસના ખતરનાક શોટને રોકવા માટે વિલ જેક્સે બાઉન્ડ્રી લાઈન પર અદ્ભુત, અવિશ્વસનીય કેચ પકડ્યો. તેનું સંતુલન બગડવા છતાં, તેણે હવામાં ઉછળી, બોલને બાઉન્ડ્રીની અંદર લાવી, એક હાથે કેચ પૂર્ણ કર્યો. આ કેચને ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે.
વિલ જેક્સે 'ધ હન્ડ્રેડ' માં પકડ્યો આઇકોનિક બાઉન્ડ્રી કેચ
મહિલા એશિયા કપ 2026: ભારત-પાકિસ્તાન મેચની તારીખ નક્કીl
મહિલા એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ યુએઈમાં 28 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં બંને ટીમો ગ્રુપ Aમાં સામેલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટકરાવ 5 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ સ્ટેજમાં થશે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે, તો 13 સપ્ટેમ્બરના રોજ તેમની વચ્ચે બીજી મેચ રમાઈ શકે છે. આમ, આ ટુર્નામેન્ટમાં 9 દિવસના ગાળામાં બે વખત ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાની સંભાવના છે.