લીડર માટે પતનથી બચવાનો રાજમાર્ગ: નીતિ અને ધર્મનો માર્ગ
લીડર માટે પતનથી બચવાનો રાજમાર્ગ: નીતિ અને ધર્મનો માર્ગ
Published on: 17th June, 2026

સંસ્થાના શિખર પર બેઠેલો લીડર સફળતાના મદમાં આત્મતત્ત્વ અને નૈતિક મૂલ્યો ભુલાવે ત્યારે પતન નિશ્ચિત છે. સ્પર્ધાત્મક જગતમાં શોર્ટકટ, નીતિ-નિયમોનો ભંગ અને માત્ર નફા-સત્તા પાછળ દોડવું વિનાશ નોતરે છે. નદી કિનારે ઉગેલા વૃક્ષની જેમ, અનૈતિક સામ્રાજ્ય ગમે તેટલું ભવ્ય દેખાય, પૂર આવતાં તે ધરાશાયી થાય છે. લીડર દ્વારા આચરવામાં આવેલી અનીતિ, ભ્રષ્ટાચાર જેવા બીજ અંદર ને અંદર વિકસી, અંતે પ્રચંડ સ્વરૂપે બહાર આવી ને લીડરને બચાવવાનો કોઈ માર્ગ રહેતો નથી.