ક્રેડિટ કાર્ડ બંધ થશે? નવા નિયમો જાણો નહીં તો થશે નુકસાન
ક્રેડિટ કાર્ડ બંધ થશે? નવા નિયમો જાણો નહીં તો થશે નુકસાન
Published on: 31st May, 2026

ક્રેડિટ કાર્ડનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરવાથી બેંક દ્વારા તેને બંધ કરી દેવામાં આવી શકે છે, જેના પરિણામે તમારી ક્રેડિટ લિમિટ પણ ગુમાવી બેસશો. ક્રેડિટ કાર્ડને સક્રિય રાખવા માટે, 3 થી 12 મહિનાની વચ્ચે તેમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ (Activity) થવી જરૂરી છે. જો કાર્ડ બંધ થઈ જાય, તો 30 દિવસની અંદર બેંકનો સંપર્ક કરી તેને ફરીથી શરૂ કરાવવા અંગે પૂછપરછ કરો. RBIની ગાઇડલાઇન્સ મુજબ, જો વર્ષભરમાં કોઈ પણ આર્થિક લેણદેણ ન થાય, તો ક્રેડિટ સ્કોર (Credit Score) પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.