અમદાવાદમાં CM રૂ.584 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
અમદાવાદમાં CM રૂ.584 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
Published on: 24th September, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વાડજ અને મકરબા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. આ બ્રિજ ખુલ્લા મૂકવાથી 3 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. મુખ્યમંત્રી દ્વારા કુલ ₹584 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનો, ફાયર બ્રિગેડના સાધનો, નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આવાસોના ડ્રો તેમજ નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો.