યાત્રાધામ ઉનાઈમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી
યાત્રાધામ ઉનાઈમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી
Published on: 19th September, 2026

વાંસદા તાલુકાના યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં 2100 દીવા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ મનાવાયો, જેમાં મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશસેવા માટે પ્રાર્થના કરી, ત્યારબાદ મહાઆરતી યોજાઈ. સાંસદ પટેલે મોદીના 25 વર્ષના રાજકીય સેવાના વિક્રમની સરાહના કરી.