મુંબઈ મહાપાલિકાની તમામ ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો નિર્ણય
મુંબઈ મહાપાલિકાની તમામ ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો નિર્ણય
Published on: 05th June, 2026

મુંબઈ મહાપાલિકા સ્કૂલ, હોસ્પિટલો, માર્કેટ, વોર્ડ કાર્યાલયો, પ્રશાસકીય કાર્યલયો સહિત તમામ ઈમારતોનું ટૂંક સમયમાં સ્ટ્રકચરલ ઓડિટ કરશે. જર્જરિત ઈમારતો અને સંભવિત દુર્ઘટના ટાળવા આ નિર્ણય લેવાયો છે. અનેક ઈમારતો 40 વર્ષ જૂની હોવાથી રિપેરીંગની જરૂર છે. નિષ્ણાત સ્ટ્રકચરલ ઓડિટરની નિયુક્તી કરી સુરક્ષા, રિપેરીંગ ખર્ચ, ભૂકંપરોધક ક્ષમતા, અગ્નિસુરક્ષા જેવી બાબતોનો અભ્યાસ કરાશે. આ ઉપરાંત, મુંબઈ મહાપાલિકા ટૂંક સમયમાં અદ્યતન સુવિધાવાળુ નવું વિશાળ સભાગૃહ બાંધશે.