અમિત શાહ 5 જૂને ત્રિપુરાની મુલાકાતે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા
અમિત શાહ 5 જૂને ત્રિપુરાની મુલાકાતે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા
Published on: 04th June, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જૂને ત્રિપુરાના લંકામુરા બોર્ડર આઉટ પોસ્ટ (BOP) ની મુલાકાત લેશે. તેમનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા મજબૂત કરવાનો અને BSF જવાનોનું મનોબળ વધારવાનો છે. આ તેમનો છેલ્લા 15 દિવસમાં ત્રીજો સરહદી પ્રવાસ હશે. તેઓ BSF જવાનો સાથે સીધો સંવાદ કરશે, હાઈ-ટી કાર્યક્રમમાં ભાગ લેશે અને તેમની કામગીરી, પડકારો તથા જરૂરિયાતો અંગે માહિતી મેળવશે. આ મુલાકાત જવાનોના ઉત્સાહવર્ધન અને સુરક્ષા દળો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવશે.