ગુજરાતની 10 આદિવાસી ગ્રામ પંચાયતમાં શરૂ થશે નારી અદાલત
ગુજરાતની 10 આદિવાસી ગ્રામ પંચાયતમાં શરૂ થશે નારી અદાલત
Published on: 23rd September, 2026

ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને ઝડપી ન્યાય મળે તે માટે "નારી ને ન્યાય" પહેલનો વિસ્તાર કરી રહી છે. મિશન શક્તિ યોજના હેઠળ, આદિવાસી વિસ્તારોની 10 ગ્રામ પંચાયતોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે નારી અદાલત શરૂ થશે. આ તમામ પંચાયતોમાં મહિલા સરપંચ છે. આ પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા સાથે મહિલાઓના ફરિયાદ નિવારણ મંચને જોડવાનો છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગના પ્રસ્તાવ બાદ ગામડાંના સ્તર સુધી આ વ્યવસ્થા પહોંચશે, જેનો હેતુ ગ્રામ્ય મહિલાઓને ઝડપી ન્યાય સુલભ બનાવવાનો છે.