ગોધરામાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ અંતર્ગત ભાજપની કાર્યશાળા યોજાઈ.
ગોધરામાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ અંતર્ગત ભાજપની કાર્યશાળા યોજાઈ.
Published on: 27th May, 2026

ગુજરાત રાજ્યમાં પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા 5 થી 21 જૂન સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ગોધરા સ્થિત શ્રી કમલમ્ ખાતે કાર્યશાળા યોજાઈ. આ વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રમાંથી ડૉ. સંજય જયસ્વાલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, અને અન્ય હોદ્દેદારોએ પ્રજા લક્ષી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું. પર્યાવરણ દિન, જન સંપર્ક અભિયાન, વિકાસ યાત્રા, વિકસિત ભારત સંમેલન, મોદી સરકારની સિદ્ધિઓનું પ્રદર્શન, જનકલ્યાણ શિબિર અને પ્રાકૃતિક ખેતી કાર્યશાળા જેવા કાર્યક્રમો યોજાશે.