રાજ્યપાલે વીઆઇપી કલ્ચર છોડી સાદગીપૂર્ણ સફર કરી
રાજ્યપાલે વીઆઇપી કલ્ચર છોડી સાદગીપૂર્ણ સફર કરી
Published on: 20th May, 2026

ઇંધણ બચાવવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીઆઇપી કલ્ચરનો ત્યાગ કર્યો. તેઓએ ગાંધીનગરથી હાલોલ સુધી ટ્રેન, એસટી બસ અને સાઇકલની સફર કરી. સામાન્ય રીતે રાજ્યપાલના પ્રોટોકોલમાં 10-12 ગાડીઓનો કાફલો હોય છે, જેમાં અંદાજે 60,000 રૂપિયાનો પેટ્રોલ ખર્ચ થાય છે. રાજ્યપાલની આ સાદગીપૂર્ણ પહેલથી સરકારી તિજોરીને ફાયદો થયો અને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું.