નડિયાદ મહાપાલિકામાં મલાઈદાર સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી
નડિયાદ મહાપાલિકામાં મલાઈદાર સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી
Published on: 01st October, 2026

નડિયાદ મહાપાલિકામાં વિવિધ 12 સમિતિઓની રચના બાદ આજે ગુરૂવારે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માત્ર એક ઔપચારિકતા બની રહેશે, કારણ કે ભાજપ સંગઠન દ્વારા નક્કી થયેલા નામો પ્રથમ ક્રમે ચેરમેન અને દ્વિતીય ક્રમે વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવશે. રાજકીય ગણતરીઓ અને પક્ષના આદેશ મુજબ, પ્રથમ ક્રમના દાવેદારોએ પોતપોતાની સમિતિનો ચાર્જ સંભાળવાની તૈયારી કરી લીધી છે. આ સમિતિઓ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.