PM મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક, મહત્વના નિર્ણયની શક્યતા.
PM મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક, મહત્વના નિર્ણયની શક્યતા.
Published on: 21st May, 2026

PM મોદી આજે મંત્રી પરિષદની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સરકારની મુખ્ય યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ, અને તાજેતરના નિર્ણયોની સમીક્ષા થશે. પશ્ચિમ એશિયાના સંકટની આર્થિક અસરો અને તેના નિવારણ માટે ઊર્જા, કૃષિ, ખાતર, ઉડ્ડયન, શિપિંગ, અને લોજિસ્ટિક્સ જેવા વિભાગોને દિશાનિર્દેશો આપી શકે છે. મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે આ બેઠક વહીવટી અને રાજકીય રીતે નિર્ણાયક બનશે.