પોરબંદરમાં પ્રથમ તબક્કામાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનમાં માનવ મેદની ઉમટી
પોરબંદરમાં પ્રથમ તબક્કામાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનમાં માનવ મેદની ઉમટી
Published on: 19th September, 2026

પોરબંદરમાં શુક્રવારે મોટાભાગના આયોજકો દ્વારા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. D.J.ના તાલે ભાવિકો ગણેશમય બન્યા હતા. આવતીકાલે રવિવારે બીજા તબક્કાના ગણેશ વિસર્જનમાં પણ મોટી જનમેદની ઉમટવાની શક્યતા છે. વિવિધ પંડાલ ખાતે પૂજા, આરતી, સત્સંગ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વરસાદી માહોલ હોવા છતાં ભાવિકો દર્શન કરવા ઉમટ્યા હતા. ખારવાવાડ વિસ્તારમાં ગણેશ પંડાલો ખાતે ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. શહેર ગણેશમય બન્યું છે. વિસર્જન દરમિયાન અસ્માવતી ઘાટ ખાતે અને માર્ગો પર ભાવિકો જોડાયા હતા. આવતીકાલે બીજા તબક્કાનું ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે.