મહેમદાવાદમાં ગણેશોત્સવ: ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ
મહેમદાવાદમાં ગણેશોત્સવ: ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ
Published on: 25th September, 2026

મહેમદાવાદ શહેરમાં ગણેશોત્સવ ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દાદાની વિરાટ અને સુંદર પ્રતિમાઓની સ્થાપના બાદ દરરોજ સવાર-સાંજ સેવા, પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગણેશ મંડપોમાં દાદાને પ્રસાદ ધરાવી ભાવિકો આરતી ઉતારી રહ્યા છે. ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી શહેર ભક્તિમય બન્યું છે. ગણેશ ચતુર્થી બાદ દાદાને વિદાય આપવાના અંતિમ દિવસો નજીક આવતા, મંડપોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.