શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પ્રિય વસ્તુઓ, મહાદેવ થશે પ્રસન્ન
શ્રાવણ માસમાં શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ 5 પવિત્ર વસ્તુઓમાં જળ, બીલીપત્ર, ભાંગ, ધતુરો અને શમીના પાનનો સમાવેશ થાય છે. માન્યતા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન મહાદેવે ઝેર પીધું હતું, ત્યારે તેમને શાંત કરવા માટે જળ અર્પણ કરાયું હતું. બીલીપત્ર ત્રિદેવ અને શિવના ત્રણ નેત્રનું પ્રતીક છે. ધતુરો અને ભાંગમાં કુદરતી એન્ટિ-ટોક્સિક ગુણધર્મો હોય છે. શ્રાવણમાં આ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પ્રિય વસ્તુઓ, મહાદેવ થશે પ્રસન્ન
ખેડાના મહેમિયાદમાં પંચમુખી હનુમાનજી મંદિરે ગુરુ પૂજન
મહેમદવાદ શહેરમાં દર વર્ષની જે આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા ઉત્સવ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે મહેમદવાદ શહેરમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરમાં આવેલ આશ્રામમાં રાષ્ટ્રીય સંત ચિન્મયાંનંદજી મહારાજ પધારે છે જ્યાં તેમના શિષ્યો મહારાજનું પૂજન કરતા હોય છે પણ આ વર્ષે મહારાજ હરિદ્વાર ખાતે આવે તેમના આશ્રામમાં પૂજનનો કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે મહેમદવાદ શહેરમાં પંચમુખી હનુમાનજી મંદિરમાં પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખેડાના મહેમિયાદમાં પંચમુખી હનુમાનજી મંદિરે ગુરુ પૂજન
ખેડાના ડાકોરમાં ગુરૂપૂર્ણિમા પર અઢી લાખ ભક્તોએ કર્યા રણછોડરાયજીના દર્શન
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે બુધવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જગતગુરુ ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે મંગળાથી શયન દર્શન સુધી અવિરત પ્રવાહ રહ્યો હતો. અઢી લાખથી વધુ દર્શનાર્થીઓએ શ્રીજીના ગુરૂભાવ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આખો દિવસ શ્રદ્ધાળુઓના જય રણછોડના નાદથી મંદિર ગુંજતું રહ્યું હતું. મંગળા આરતી માટે ભક્તો વહેલી સવારથી ગોઠવાઈ ગયા હતા. 30 હજારથી વધુ ભક્તોએ મંગળા દર્શન કર્યા હતા.
ખેડાના ડાકોરમાં ગુરૂપૂર્ણિમા પર અઢી લાખ ભક્તોએ કર્યા રણછોડરાયજીના દર્શન
વડતાલ મંદિરમાં ગુરૂપૂર્ણિમાએ દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ મંદિરમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ગુરૂપૂજન કર્યું હતું અને સત્સંગમાં સુખ-શાંતિ તેમજ વિકાસ માટે આશીર્વાદ માંગ્યા હતા. મંદિરમાં બિરાજમાન દેવોને સુવર્ણ વાઘા ધરાવાયા હતા. વક્તા નિલકંઠચરણદાસજી મહારાજે ગુરૂ મહિમા કથા કહી હતી. આ પ્રસંગે વિવિધ મંદિરોના સંતો અને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
વડતાલ મંદિરમાં ગુરૂપૂર્ણિમાએ દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા
મુખ્યમંત્રીએ વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી
ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયનગર તાલુકાના ઈટાવડી ગામે બિરાજમાન રામેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમણે ભગવાન મહાદેવના ચરણોમાં રાજ્યની જનસુખાકારી, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ આધ્યાત્મિક ઊર્જા મેળવી અને મંદિરના સ્થાપક સુકદેવજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમણે બાપા સુખદેવજી ધામના ગાદીપતિ જગનાજી બાપુની પણ મુલાકાત લીધી.
મુખ્યમંત્રીએ વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી
નડિયાદમાં ભકતોએ સંતરામ મંદિરમાં પ્રથમ દૂધ અને ધાન્ય અર્પણ કર્યુ
નડિયાદ સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે ખેડા જિલ્લા સહિત આણંદ , મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે ઊમટયા હતા. આ ભકતો દૂધ અને ઉનાળા સિઝનનું પ્રથમ અનાજ ડાંગર , બાજરી લઇને આવ્યા હતા. આ ભકતોએ મંદિરમાં દૂધ અને ધાન્ય અર્પણ અને શ્રી સંતરામ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
નડિયાદમાં ભકતોએ સંતરામ મંદિરમાં પ્રથમ દૂધ અને ધાન્ય અર્પણ કર્યુ
ગુરુપૂર્ણિમાએ તાજપુરા નારાયણ ધામમાં દોઢ લાખ ભક્તો
પંચમહાલના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે દોઢ લાખથી વધુ ભક્તો દર્શન અને ગુરુ વંદના માટે ઉમટી પડ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભક્તોએ ભક્તિભાવ સાથે પ. પૂ. નારાયણ બાપુની પાદુકા પૂજન, પાલખી યાત્રા અને સમાધિ દર્શન કર્યા. વરસાદ બાદ ખુશનુમા વાતાવરણમાં મહાપ્રસાદનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી. સુરક્ષા માટે 650 પોલીસ જવાનો તૈનાત કરાયા હતા.
ગુરુપૂર્ણિમાએ તાજપુરા નારાયણ ધામમાં દોઢ લાખ ભક્તો
પાવાગઢમાં ગુરુપૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર
હાલોલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી મોસમ વચ્ચે ડુંગર વાદળો સાથે સંતાકૂકડી રમતો હોય તેવો નઝારો જોવા મળ્યો. આ પ્રાકૃતિક સૌંદર્ય માણવા અને માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે એક લાખથી વધુ માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. સવારે 5 વાગ્યે નિજ મંદિરના દ્વાર ખુલતાં જ જય માતાજીના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું. તળેટીના આશ્રામોમાં પણ ગુરુવંદના માટે ભક્તોની ભીડ જોવા મળી.
પાવાગઢમાં ગુરુપૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર
હિંમતનગરના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભક્તિ અને સેવાના કાર્યો
હિંમતનગર નજીક નેશનલ હાઇવે-48 પર સ્થિત કાંકણોલ ધામ 'ઓમ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રગટ ધામ' ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો. 98 વર્ષથી વધુ વયના પૂજ્ય નરસિંહ દાદાના દર્શન માટે રાજ્યભરમાંથી હજારો ભાવિકો ઉમટ્યા હતા. મહોત્સવ દરમિયાન ભજન, સત્સંગ અને ગુરુભક્તિની ત્રિવેણી વહેતી જોવા મળી. કાંકણોલ ધામ દ્વારા માનવસેવા અને જીવદયાના કાર્યો, જેમ કે પક્ષીઓને ચણ, રોટલા સેવા અને જરૂરિયાતમંદોને સામગ્રી, ની પણ નોંધ લેવાઈ.
હિંમતનગરના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભક્તિ અને સેવાના કાર્યો
હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમાએ 10,800 લાડુનો પ્રસાદ અર્પણ
સાબરકાંઠા જિલ્લામાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે ભક્તો માટે ખાસ 10,800 લાડુનો પ્રસાદ તૈયાર કરાયો હતો, જેનો લાભ 6 હજારથી વધુ ભક્તોએ લીધો હતો. આ ઉપરાંત, જિલ્લાના અન્ય સ્થળોએ પણ પૂજા-અર્ચના, કથા અને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. હિંમતનગરના જલારામ મંદિરે સમૂહ આરતી બાદ મહાપ્રસાદ વહેંચાયો, જ્યારે હરસિદ્ધિ માતાજીના મંદિરે નવચંડી હવન યોજાયો.
હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુરૂપૂર્ણિમાએ 10,800 લાડુનો પ્રસાદ અર્પણ
પાલનપુર પંથકમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો
અષાઢી પૂનમના પાવન પર્વે પાલનપુરના વિવિધ ધાર્મિક સ્થળોએ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો. ભક્તોએ ગુરુવંદના કરીને આશીર્વાદ મેળવ્યા. શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ, જગાણા રામદ્વારા અને ઉકરડા ધામ ખાતે વિશેષ પૂજન-અર્ચન, યજ્ઞ, મહાપ્રસાદ અને આરતીનું આયોજન કરાયું હતું. ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો અને સંતો-મહંતોએ જીવનમાં સંસ્કાર, સદાચાર અને આધ્યાત્મિક વિકાસ માટે ગુરુના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું.
પાલનપુર પંથકમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો
શ્રાવણમાં શિવજીને અભિષેક માટે હરિદ્વારથી 1,350 કિમી લાંબી કાવડ યાત્રાનો આરંભ
ગુરુપૂર્ણિમાના શુભ દિવસે, પાટણના હારિજ તાલુકાના અડીયા ગામ સ્થિત સ્વયંભૂ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરેથી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી, 1,350 કિલોમીટરની કાવડ યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. 20 કાવડિયાઓ હરિદ્વાર પહોંચી ગંગાજળ ભરી, ચંપલ વિના આ જ અંતર પગપાળા કાપી અડીયા પરત ફરશે. યાત્રાળુઓની સુરક્ષા માટે મંદિર ટ્રસ્ટે રૂ.2.85 કરોડનું વીમા કવચ લીધું છે, જેમાં દરેક યાત્રિકનો રૂ.15 લાખનો વીમો સમાવિષ્ટ છે. આ યાત્રા શ્રાવણ માસમાં શિવજીને ગંગાજળ અભિષેક માટે યોજાઈ રહી છે, જે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જે છે.
શ્રાવણમાં શિવજીને અભિષેક માટે હરિદ્વારથી 1,350 કિમી લાંબી કાવડ યાત્રાનો આરંભ
સાબરકાંઠાના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 200 કિલો અનાજનું પક્ષી ચણ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકણોલ ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. 98 વર્ષીય પૂજ્ય નરસિંહ દાદાના દર્શનાર્થે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય દાદાના સાનિધ્યમાં ભક્તિ, ભજન અને સત્સંગ યોજાયો હતો. માનવ જીવનની સાર્થકતા અને મોક્ષ માર્ગ પર બોધવચનો અપાયા હતા. દરરોજ 200 કિલો અનાજ પક્ષીઓ માટે, જરૂરિયાતમંદોને સીધો સામાન અને રોટલા સેવા જેવા જીવદયા અને માનવસેવાના કાર્યોની પ્રશંસા કરાઈ હતી. આ મહોત્સવમાં સત્સંગ અને મહાપ્રસાદનો લાભ હજારો મુમુક્ષુઓએ લીધો હતો.
સાબરકાંઠાના કાંકણોલ ધામમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 200 કિલો અનાજનું પક્ષી ચણ
જામનગરમાં ગુરુપૂર્ણિમાએ 10 ફૂટનો મહાકાય રોટલો બનાવી સ્થાપ્યો રેકોર્ડ
જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ભોજલધામ (ફતેપુર) ખાતે 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાને અર્પણ કરાયો. આ અનોખા ધાર્મિક સેવા કાર્ય સાથે સંસ્થાએ વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા નવા કીર્તિમાન સાથેનું સર્ટિફિકેટ એનાયત કરાયું છે. અગાઉ 7 ફૂટના રોટલાનો રેકોર્ડ ધરાવતી સંસ્થાએ આ પરંપરા આગળ વધારી છે. મુખ્ય ઉદ્દેશ શ્રદ્ધા વ્યક્ત કરવા સાથે અન્નદાન, સેવાભાવ અને ભારતીય સંસ્કૃતિનો મેસેજ પહોંચાડવાનો છે.
જામનગરમાં ગુરુપૂર્ણિમાએ 10 ફૂટનો મહાકાય રોટલો બનાવી સ્થાપ્યો રેકોર્ડ
અંદાજે 1800 કરોડના ખર્ચે બનેલા રામ મંદિરમાં ફરી પાણી ઘૂસ્યું
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં, જેનું નિર્માણ અંદાજે 1800 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે, ફરી એકવાર વરસાદી પાણી ભરાવાની ઘટના બની છે. ભારે વરસાદને કારણે ગર્ભગૃહ અને પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે દર્શનાર્થીઓને અટકાવવા પડ્યા હતા. રામ દરબાર તરફ જતી સીડીઓ પર પાણી વહેતા ઝરણાં જેવું દ્રશ્ય સર્જાયું હતું. આ આધુનિક મંદિરમાં વારંવાર પાણી ભરાવાની ઘટના ચિંતાનો વિષય બની રહી છે. અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે, જે દર્શાવે છે કે નિર્માણની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે.
અંદાજે 1800 કરોડના ખર્ચે બનેલા રામ મંદિરમાં ફરી પાણી ઘૂસ્યું
વીરપુરના જલારામ ધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે વીરપુર સ્થિત સુપ્રસિદ્ધ જલારામ ધામ ખાતે ભક્તોનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો. દેશ-વિદેશથી હજારો ભાવિકો પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન અને ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વીરપુર "જય જલારામ"ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સંત શ્રી જલારામબાપાના ધામનું ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન પણ કરવામાં આવ્યું.
વીરપુરના જલારામ ધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
Guru Purnima 2026: ગુરુને ભેટ આપવા માટે આ વસ્તુઓ શુભ રહેશે
Guru Purnima 2026 નો પાવન પર્વ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્તમ અવસર છે. આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ લે છે અને શ્રદ્ધા અનુસાર ગુરુ દક્ષિણા આપે છે. જો તમે તમારા ગુરુને કોઈ ખાસ ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો ધાર્મિક માન્યતાઓ અનુસાર કપડાં, પુસ્તકો, ફળો, મીઠાઈઓ, પીળા રંગની વસ્તુઓ, અથવા ડાયરી અને પેન જેવી વસ્તુઓ આપી શકાય છે. આ ભેટો ગુરુ પ્રત્યેના તમારા સન્માન અને કૃતજ્ઞતા દર્શાવશે.
Guru Purnima 2026: ગુરુને ભેટ આપવા માટે આ વસ્તુઓ શુભ રહેશે
ગુરુપૂર્ણિમા: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુ અને ગધેથડના આસ્થા ધામને વંદન
ગુરુપૂર્ણિમા, ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે. સૌરાષ્ટ્રમાં આ પર્વનું વિશેષ મહત્વ છે, જ્યાં અનેક ભક્તો ગુરુ પૂજન કરે છે. ઉપલેટા તાલુકાના ગધેથડ ગામમાં સ્થિત ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુ, જેઓ કઠોર સાધના અને લોકસેવા માટે જાણીતા છે, તેઓ ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે. લાલબાપુ નાનપણથી ગાયત્રી ઉપાસક છે અને દિવસના 21 કલાક સાધનામાં લીન રહે છે. તેઓ જરૂરિયાતમંદોને દેશી દવા દ્વારા લોકસેવા પણ કરે છે.
ગુરુપૂર્ણિમા: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુ અને ગધેથડના આસ્થા ધામને વંદન
ગુરુ પૂર્ણિમા: મહર્ષિ વેદ વ્યાસના જન્મ અને મહાભારતની રચનાની રસપ્રદ કથા
આજે અષાઢ માસની પૂનમ પર ગુરુ પૂર્ણિમા ઉજવાય છે, જે મહર્ષિ વેદ વ્યાસના જન્મદિવસ તરીકે પણ મનાવાય છે. વૈદિક જ્ઞાનને વ્યવસ્થિત કરનાર અને મહાભારતના રચયિતા વેદ વ્યાસ, સત્યવતી અને ઋષિ પરાશરના પુત્ર હતા. તેમની જન્મકથા માછીમાર પુત્રી સત્યવતી અને ઋષિ પરાશરના સંયોગથી શરૂ થાય છે. નદી વચ્ચે ટાપુ પર જન્મેલા દ્વૈપાયનને આગળ જતાં વેદ વ્યાસ તરીકે ઓળખ મળ્યા. વેદોના સંપાદન અને મહાભારતની રચનાના કારણે તેમને "વ્યાસ" કહેવાયા.
ગુરુ પૂર્ણિમા: મહર્ષિ વેદ વ્યાસના જન્મ અને મહાભારતની રચનાની રસપ્રદ કથા
ગુરુપૂર્ણિમાની ઉજવણી: યુવાનોમાં ધર્મ પ્રત્યે વધતો રસ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ
જૂનાગઢના ભવનાથ ખાતે 29 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી થનાર છે, જેમાં હજારો શિષ્યો ગુરુ વંદના માટે આશ્રમોમાં પહોંચશે. આ પ્રસંગે લાડુ, શીરો, અને મોહનથાળ સહિતનો પ્રસાદ તૈયાર કરાયો છે. ભવનાથમાં આગલા દિવસથી જ ભાવિકોની ભીડ જામી છે અને રાત્રિના સંતવાણીનું પણ આયોજન થયું છે. ભાસ્કરે કથાકારો અને સંતો સાથે વાત કરીને યુવાનોમાં ગુરુપૂર્ણિમા તથા ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે વધી રહેલી રુચિ વિશે જાણ્યું. સોશિયલ મીડિયા પર ધર્મનો પ્રચાર વધતાં યુવાનો આસ્થા અને સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે, જે એક સકારાત્મક પરિવર્તન દર્શાવે છે.
ગુરુપૂર્ણિમાની ઉજવણી: યુવાનોમાં ધર્મ પ્રત્યે વધતો રસ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ
પાલનપુરમાં અષાઢી પૂનમે ગુરુભક્તિનો માહોલ
પાલનપુર પંથકમાં અષાઢી પૂનમ નિમિત્તે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. વિજય હનુમાન સન્યાસ આશ્રમ, જગાણા રામદ્વારા અને ઉકરડા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ શુભ અવસરે ગુરુ પાદૂકા પૂજન, યજ્ઞ, મહાપ્રસાદ, સંતવાણી અને મહાઆરતીનું આયોજન કરાયું છે. ભક્તોને ગુરુના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક ઉન્નતિ અને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરવા આમંત્રણ અપાયું છે. આ દિવસ મહર્ષિ વેદવ્યાસની જન્મજયંતિ તરીકે પણ ઉજવાય છે, જે જ્ઞાન અને આધ્યાત્મિક માર્ગદર્શનના સ્ત્રોત છે.
પાલનપુરમાં અષાઢી પૂનમે ગુરુભક્તિનો માહોલ
શ્રી ખોડલધામના પવિત્ર રથનું લુણાવાડાna ગધનપુરમાં ભવ્ય સામૈયું
શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ દ્વારા આયોજિત દશાબ્દી મહોત્સવ નિમિત્તે પવિત્ર રથ ગધનપુર ગામે પહોંચ્યો, જ્યાં ભક્તિમય માહોલ સર્જાયો. હરીશભાઈ પટેલની આગેવાનીમાં હજારો ભક્તો જોડાયા. ગામની દીકરીઓએ પરંપરાગત રીતે રથનું સામૈયું કર્યું. જય ખોડલના નાદથી ગધનપુર ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે કાગવડ ખાતે 19, 20, 21 જાન્યુઆરીના ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવની માહિતી અપાઈ.
શ્રી ખોડલધામના પવિત્ર રથનું લુણાવાડાna ગધનપુરમાં ભવ્ય સામૈયું
અંકલેશ્વરની માધવ વિદ્યાપીઠમાં ગૌરી વ્રત નિમિતે બાળાઓને ફરાળ અને નાસ્તાનું વિતરણ કરાયું
અંકલેશ્વર સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-GIDC એકમ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ગૌરી વ્રત કરતી 125 બાળાઓને ફરાળ અને 300થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોને વિવિધ રમતો રમાડીને પ્રોત્સાહિત કરાયા હતા, જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા. આ પ્રસંગે બ્રહ્મસમાજના અગ્રણીઓ અને માધવ વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની માધવ વિદ્યાપીઠમાં ગૌરી વ્રત નિમિતે બાળાઓને ફરાળ અને નાસ્તાનું વિતરણ કરાયું
બગદાણામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: દોઢ લાખ ભાવિકોની સાથે સ્વયંસેવક સેવા આપશે
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ગુરુઆશ્રમમાં આગામી ૨૯મી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. આ પાવન પ્રસંગે આશરે દોઢ લાખ ભાવિકો બાપાના દર્શનાર્થે ઉમટી પડશે. વહેલી સવારે મંગળા આરતી સાથે ધાર્મિક અને પરંપરાગત કાર્યક્રમોનો પ્રારંભ થશે. આ ઉત્સવમાં ૧૨,૩૦૦ ભાઈઓ અને ૨૫,૧૦૫ બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપશે, જેમાં ચા-પાણી, દર્શન, પાર્કિંગ, સુરક્ષા અને ભોજનશાળા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ૧૫,૦૦૦ કિલો લાડવા સહિતનો મહાપ્રસાદ પણ પીરસવામાં આવશે.
બગદાણામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: દોઢ લાખ ભાવિકોની સાથે સ્વયંસેવક સેવા આપશે
બનાસકાંઠાના ધાનેરા અને નેનાવા ખાતે દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્યનું ભવ્ય સ્વાગત
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને નેનાવા ખાતે દ્વારકા શારદા પીઠના પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું આગમન થયું. તેમના આગમનથી સમગ્ર પંથકમાં ધર્મમય અને ભક્તિમય માહોલ છવાયો હતો. ધાનેરા રેલ્વે સ્ટેશન નજીક આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે તેમજ નેનાવા ખાતે યોજાયેલા દિવ્ય આશીર્વચન સમારોહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પૂજ્ય સ્વામીજીના દર્શન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
બનાસકાંઠાના ધાનેરા અને નેનાવા ખાતે દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્યનું ભવ્ય સ્વાગત
સોશિયલ મીડિયા મહિલાઓને અંધશ્રદ્ધાળુ બનાવી રહ્યું છે?
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા મહિલાઓ માટે માહિતી, મનોરંજન અને પ્રેરણાનું માધ્યમ છે. પરંતુ ધાર્મિક, જ્યોતિષીય અને ચમત્કારી ઉપાયોના નામે ભ્રામક માહિતી ફેલાઈ રહી છે. પરિણામે ઘણી મહિલાઓ ચકાસ્યા વગર અંધશ્રદ્ધા તરફ આકર્ષાય છે. 'આ ઉપાય કરશો તો ધન મળશે', 'દુર્ભાગ્ય દૂર થશે' જેવા દાવાઓ વૈજ્ઞાનિક આધાર વિના વાયરલ થાય છે. કન્ટેન્ટ ક્રિએટર્સ વ્યુઝ માટે લોકોની લાગણીઓનો લાભ લઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે. તથ્યોની ચકાસણી અને તર્કબુદ્ધિનો ઉપયોગ અંધશ્રદ્ધાથી બચાવે છે.
સોશિયલ મીડિયા મહિલાઓને અંધશ્રદ્ધાળુ બનાવી રહ્યું છે?
ગુરુ પૂર્ણિમા: મહર્ષિ વેદ વ્યાસ જન્મદિન
29 જુલાઈ, બુધવારે ગુરુ પૂર્ણિમા ઉજવાશે, જે મહર્ષિ વેદ વ્યાસના જન્મદિન નિમિત્તે છે. આ પવિત્ર દિવસે ગુરુનું સન્માન કરવામાં આવે છે. વહેલા ઉઠી તીર્થ સ્નાન કરી, ભગવાન શિવ અને સૂર્ય દેવની પૂજા કરવી. શિવલિંગ પર બિલ્વપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ ચઢાવવા. માતા-પિતા અને ગુરુના આશીર્વાદ લઈને શાલ, શ્રીફળ જેવી ભેટ આપવી. દાન-પુણ્ય અને મંત્ર જાપ કરવાથી લાભ થાય છે. ગાય, કૂતરા અને માછલીઓને ખોરાક આપવો શુભ ગણાય છે.
ગુરુ પૂર્ણિમા: મહર્ષિ વેદ વ્યાસ જન્મદિન
સાવલીના પૌરાણિક ભીમનાથ મહાદેવ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
સાવલી સ્થિત પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ કાર્યક્રમમાં સુમધુર શહેનાઈ વાદન, ભક્તિમય સંગીત અને પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજનોની રજૂઆત થશે. પૂ. સ્વામીજીની સમાધિ સમક્ષ ગુરુ પાદુકા પૂજન અને હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરાયું છે. દેશ-વિદેશથી આવતા હજારો ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. સંધ્યાકાળે દિવ્ય મહા આરતી યોજાશે, જે મહોત્સવની પૂર્ણાહુતિ કરશે. મંદિર પરિસરને રોશની અને પુષ્પોથી શણગારવામાં આવશે.
સાવલીના પૌરાણિક ભીમનાથ મહાદેવ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
મહીસાગર: કોઠંબા સહિત સમગ્ર તાલુકામાં ભક્તિભાવ સાથે અલૂણા ગૌરીવ્રતનો પ્રારંભ થયો
ચાતુર્માસ માસના પવિત્ર દિવસોમાં, કોઠંબા તાલુકામાં મનના માણીગરને પામવા માટે દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાભેર પૂજા-અર્ચના કરીને કુંવારિકાઓ અને મહિલાઓએ અલૂણા ગૌરીવ્રતનો પ્રારંભ કર્યો છે. કોઠંબા રાધાકૃષ્ણ મંદિરમાં વહેલી સવારે આ વ્રતની શરૂઆત કરવામાં આવી હતી. તાલુકાની તમામ ગામોની શાળાઓ, ઘરો અને મંદિરોમાં નાની બાળકીઓથી લઈને યુવતીઓએ ગૌરી માતાની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં સારા વરની કામના સાથે ગૌરી માતાની પૂજા થાય છે.
મહીસાગર: કોઠંબા સહિત સમગ્ર તાલુકામાં ભક્તિભાવ સાથે અલૂણા ગૌરીવ્રતનો પ્રારંભ થયો
જાંબુઘોડાના મંગલેશ્વર મંદિરે ગૌરીવ્રતના શુભારંભે કન્યાઓએ કરી ભક્તિસભર પૂજા
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંગલેશ્વર મહાદેવ મંદિરમાં ગૌરીવ્રતના પ્રથમ દિવસે અનેક કુંવારી કન્યાઓએ શ્રદ્ધા અને ભક્તિ સાથે મહાદેવજીની પૂજા કરી હતી. આ ધાર્મિક પ્રસંગે, ગૌરીવ્રતનું અનુષ્ઠાન કરતી દીકરીઓને પ્રસાદ રૂપે સુકામેવા અર્પણ કરી તેમનું વિધિવત પૂજન કરાયું હતું. આ પ્રસંગે જાંબુઘોડાના સરપંચ જીતકુમાર દેસાઈ, ભાજપા મંડળ પ્રમુખ રણજીતભાઈ બારીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કન્યાઓને આશીર્વાદ આપી ગૌરીવ્રતના મહત્વ વિશે જણાવ્યું.
જાંબુઘોડાના મંગલેશ્વર મંદિરે ગૌરીવ્રતના શુભારંભે કન્યાઓએ કરી ભક્તિસભર પૂજા
મહીસાગરના લીમપુરના હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની ભક્તિપૂર્ણ ઉજવણી
મહીસાગરના કડાણા તાલુકાના લીમપુર ગામમાં આવેલા હરસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે અષાઢ સુદ તેરસના દિવસે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો. ગામની કુંવારિકાઓ અને પરિણીત મહિલાઓએ મનવાંછીત પતિ મળે અને દાંપત્ય જીવન સુખી રહે તેવી કામના સાથે ગણપતિ, મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરી. આ વ્રત દરમિયાન મીઠાનો ત્યાગ કરવામાં આવે છે, તેથી તેને અલુણા વ્રત પણ કહેવાય છે. વ્રતની પૂર્ણાહુતિ શનિવારે જાગરણ સાથે થશે.