ચીનના ડીપ સી કેબલ કટરનો સામનો કરવા ટેકનોલોજીકલ તોડ શોધવો જરૂરી
ચીનના ડીપ સી કેબલ કટરનો સામનો કરવા ટેકનોલોજીકલ તોડ શોધવો જરૂરી
Published on: 12th August, 2026

વિશ્વના 95-99% ઇન્ટરનેટ ટ્રાફિક સબમરીન ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ પર નિર્ભર છે, જે દરિયાના તળિયે બિછાવેલા હોય છે. ચીને 4000 મીટર ઊંડાઈ સુધી આર્મર્ડ કેબલ્સ કાપવા સક્ષમ ડીપ સી કેબલ કટિંગ ડિવાઇસ વિકસાવ્યું છે. આ ઉપકરણ 3500 મીટર ઊંડાઈએ પરીક્ષણ પાસ કરી ચૂક્યું છે અને ટાઇટેનિયમ એલોય તથા ડાયમંડ-કોટેડ ગ્રાઇન્ડિંગ વ્હીલ ધરાવે છે, જે અત્યંત દબાણ અને મજબૂત કેબલ્સને પણ કાપી શકે છે. આ ટેકનોલોજી ભારત સહિત અમેરિકા અને યુરોપ માટે પણ ખતરો છે, તેથી તેનો તોડ શોધવો આવશ્યક છે.