એશિયન ગેમ્સ 2026: ભારતનો 702.86 કરોડનો ખર્ચ, જાણો વિગતવાર હિસાબ
એશિયન ગેમ્સ 2026: ભારતનો 702.86 કરોડનો ખર્ચ, જાણો વિગતવાર હિસાબ
Published on: 16th September, 2026

2026 એશિયન ગેમ્સ જાપાનના આઈચી નાગોયામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જેમાં 496 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. રમતગમત મંત્રાલયના આંકડા મુજબ, ભારતે તૈયારીઓ પર કુલ 702.86 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં એક્સપોઝર માટે 251.4 કરોડ, સ્થાનિક ટ્રેનિંગ માટે 118.3 કરોડ, વિદેશી કોચ માટે 86.3 કરોડ અને સાધનો માટે 89.2 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ખેલાડીઓની વિદેશમાં ટ્રેનિંગ પર 39.8 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.