હાર્દિક પંડ્યાએ માથું મુંડાવ્યું!
હાર્દિક પંડ્યાએ માથું મુંડાવ્યું!
Published on: 02nd August, 2026

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે આંધ્ર પ્રદેશના તિરુમલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી. બંનેએ સવારે સેવામાં ભાગ લઈને ભગવાનના આશીર્વાદ મેળવ્યા. હાર્દિક પંડ્યાએ માથું મુંડાવ્યું હતું અને પારંપારિક સફેદ કુર્તો-પાયજામો પહેર્યો હતો, જ્યારે મહિકા શર્મા પણ પારંપારિક સફેદ ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઈજામાંથી સાજા થઈ રહેલા Hardik Pandyaની આ આધ્યાત્મિક યાત્રા તેના ચાહકો માટે ચર્ચાનો વિષય બની છે.