2027 ODI World Cup માં રોહિત-કોહલી રમશે?
2027 ODI World Cup માં રોહિત-કોહલી રમશે?
Published on: 10th September, 2026

સાઉથ આફ્રિકામાં રમાનાર 2027 ODI World Cup માં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે કે નહી, તે અંગે ચાહકોમાં ઉત્સુકતા છે. આ મુદ્દે દિગ્ગજ ખેલાડીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અને Gujarat Titans ના હેડ કોચ આશિષ નેહરાનું નિવેદન સામે આવ્યું છે. નેહરાના મતે, હજુ વર્લ્ડકપ રમવા અંગે નિર્ણય લેવો યોગ્ય નથી, કારણ કે પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે. શુભમન ગિલનું ઉદાહરણ આપી તેમણે સમજાવ્યું કે ફોર્મેટ બદલાતા ખેલાડીઓની જગ્યા પાક્કી નથી હોતી. ઉંમર કરતાં પ્રદર્શન મહત્વનું રહેશે.