સતત હાર બાદ કોચિંગ સ્ટાફના 2 સભ્યો છોડી શકે છે ગૌતમ ગંભીરનો સાથ!
સતત હાર બાદ કોચિંગ સ્ટાફના 2 સભ્યો છોડી શકે છે ગૌતમ ગંભીરનો સાથ!
Published on: 11th July, 2026

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ T20 સિરીઝ વચ્ચે એક રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર થવાની શક્યતા છે. સપોર્ટ સ્ટાફના 2 સભ્યો પોતાના પદ છોડી શકે છે. આ ફેરફારનો સંબંધ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી ચર્ચાઓ સાથે છે, જે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટમાં મળેલી હાર બાદ શરૂ થઈ હતી. આ બાબતને પસંદગીકારો અને કોચિંગ સ્ટાફ વચ્ચેના મતભેદોએ વધુ ગૂંચવી દીધી હતી. ઝિમ્બાબ્વે પ્રવાસથી નવા કોચિંગ સ્ટાફ સાથે ટીમ આગળ વધી શકે છે.