દુલીપ ટ્રોફી: નોર્થ ઝોન સેમિફાઇનલમાં, વેસ્ટ ઝોન 52 રનથી હાર્યું
દુલીપ ટ્રોફી: નોર્થ ઝોન સેમિફાઇનલમાં, વેસ્ટ ઝોન 52 રનથી હાર્યું
Published on: 27th August, 2026

નોર્થ ઝોને દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. વેસ્ટ ઝોનને 52 રનથી હરાવીને નોર્થ ઝોને આગળી રાહ કંડારી છે. બેંગલુરુમાં 287 રનના લક્ષ્યનો પીછો કરતાં વેસ્ટ ઝોન ચોથા દિવસે 234 રન પર ઓલઆઉટ થયું. આબિદ મુશ્તાકે મેચમાં કુલ 9 વિકેટ લઈને પ્રભુત્વ જમાવ્યું. વેસ્ટ ઝોનના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું રનઆઉટ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. નોર્થ ઝોન હવે 30 ઓગસ્ટથી સાઉથ ઝોન સામે સેમિફાઇનલ મુકાબલો રમશે.