ટીમ ઈન્ડિયાની જીતની હેટ્રિક: ગિલ, કિશનની સદી અને તિલક વર્માનું શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાની જીતની હેટ્રિક: ગિલ, કિશનની સદી અને તિલક વર્માનું શાનદાર પ્રદર્શન
Published on: 18th June, 2026

એક જ દિવસમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોમાં જીત મેળવીને હેટ્રિક બનાવી છે. ભારતીય મેન્સ ટીમ, મહિલા ક્રિકેટ ટીમ અને ઇન્ડિયા A એ પોતપોતાની મેચ જીતી લીધી. મેન્સ ટીમે અફઘાનિસ્તાનને બીજી ODIમાં 170 રનથી હરાવી સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી. શુભમન ગિલ (154) અને ઇશાન કિશન (125)ની સદી કામ આવી. મહિલા ટીમે T20 World Cupમાં નેધરલેન્ડ્સને 95 રનથી હરાવી સતત બીજી જીત નોંધાવી. ઇન્ડિયા A એ અફઘાનિસ્તાન A ને 101 રનથી હરાવી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી.