શું RBI એ $12 બિલિયનનું સોનું વેચ્યું? PIB ફેક્ટ-ચેકે ખોટો ગણાવ્યો દાવો
શું RBI એ $12 બિલિયનનું સોનું વેચ્યું? PIB ફેક્ટ-ચેકે ખોટો ગણાવ્યો દાવો
Published on: 03rd June, 2026

સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થયો હતો કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ લગભગ $12 બિલિયનનું સોનું વેચી દીધું છે. બ્લૂમબર્ગના અહેવાલને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો હતો. જોકે, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ફેક્ટ-ચેક ટીમે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. RBI ના ડેટા મુજબ, વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો સતત વધી રહ્યો છે, જે $12 બિલિયનના વેચાણના દાવાને ખોટો સાબિત કરે છે.