ATF કિંમત ₹75.60 કેપ, ₹10,000 કરોડ ફંડને મંજૂરી: એરલાઇન્સને રાહત
ATF કિંમત ₹75.60 કેપ, ₹10,000 કરોડ ફંડને મંજૂરી: એરલાઇન્સને રાહત
Published on: 03rd June, 2026

મિડલ ઈસ્ટ સંઘર્ષ વચ્ચે, સરકારે એરલાઇન્સ અને મુસાફરોને રાહત આપવા ₹10,000 કરોડના એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડને મંજૂરી આપી છે. ઘરેલુ ઉડાનો માટે ATFની કિંમત ₹75.60 પ્રતિ લિટર પર ફિક્સ (કેપ) કરવામાં આવી છે. આ નિર્ણય ATFની વધતી કિંમતોને સ્થિર કરવા માટે લેવાયો છે, જે એરલાઇન્સના 40% ઓપરેટિંગ ખર્ચમાં મોટો હિસ્સો ધરાવે છે. આ ફંડ ATFની કિંમતોમાં થતા ઉતાર-ચઢાવને નિયંત્રિત કરશે અને જરૂર પડ્યે OMC પાસેથી રકમ પાછી લેવાશે.