શહેરોમાં જળબંબાકાર રોકવા ડ્રોન સર્વેથી અવરોધો દૂર કરાશે
શહેરોમાં જળબંબાકાર રોકવા ડ્રોન સર્વેથી અવરોધો દૂર કરાશે
Published on: 06th August, 2026

ભારે વરસાદ બાદ શહેરોમાં સર્જાતી જળબંબાકારની ગંભીર સમસ્યાને પહોંચી વળવા રાજ્ય સરકાર સક્રિય બની છે. અમદાવાદ અને સુરત સહિતના મુખ્ય શહેરોમાં ડ્રોન સર્વે દ્વારા પાણીના પ્રવાહને અવરોધતા દબાણો અને ગેરકાયદે બાંધકામોને ઓળખી દૂર કરાશે. અગાઉના નકશા અને નવા ડ્રોન સર્વેના મેપિંગના આધારે શહેરી વિકાસ વિભાગ કામગીરી હાથ ધરશે. સૌરાષ્ટ્ર, અમદાવાદ અને સુરત જેવા વિસ્તારોમાં થયેલા જળભરાવને ધ્યાનમાં રાખી, પાણીનો કુદરતી નિકાલ સુનિશ્ચિત કરવા તળાવો, કાંસ અને વહેણો પરના અવરોધો દૂર કરાશે. આ પગલાં ભવિષ્યમાં પૂરની સ્થિતિ નિવારવામાં મદદરૂપ થશે.