IMDનો દાવો: ચોમાસાની એન્ટ્રીમાં 10 કલાક બાકી, કેરળમાં ભારે વરસાદની શક્યતા
IMDનો દાવો: ચોમાસાની એન્ટ્રીમાં 10 કલાક બાકી, કેરળમાં ભારે વરસાદની શક્યતા
Published on: 04th June, 2026

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાના પવનો આજે સાંજે 7-8 વાગ્યાની વચ્ચે કેરળમાં પ્રવેશી શકે છે, જે નિર્ધારિત તારીખ કરતાં 9 દિવસ મોડું છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, રાજસ્થાન, MP, છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય થયું છે, જ્યાં 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા આવી શકે છે. 24 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તેજ પવનોનું એલર્ટ જાહેર કરાયું છે.