બિહારમાં વીજળી પડવાથી 9 મોત, 27 રાજ્યોમાં વરસાદની ચેતવણી
બિહારમાં વીજળી પડવાથી 9 મોત, 27 રાજ્યોમાં વરસાદની ચેતવણી
Published on: 12th June, 2026

હવામાન વિભાગ (IMD)એ દિલ્હીમાં વાવાઝોડા અને વીજળી પડવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં 70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાત સિવાયના મોટાભાગના રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનના અલવર, કોટપુતલી-બહરોડ, શ્રીગંગાનગરમાં કરા પડ્યા. બિહારના 12 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો, જેમાં ખગડિયા, સરસા, મધેપુરામાં વીજળી પડવાથી 9 લોકોના મોત થયા. મોન્સુને બિહાર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પ્રવેશ કર્યો છે, અને આગામી 2-3 દિવસમાં તે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા પહોંચવાની સંભાવના છે.