આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
Published on: 12th June, 2026

ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. નૈઋત્યનું ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગવાન બની છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે, જે ગરમીમાંથી મોટી રાહત આપશે.