મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડી
મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડી
Published on: 19th August, 2026

મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં સોનાની એક ખાણ અચાનક ધસી પડતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30થી વધુ ખાણિયાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, અને ઘણા લોકો હજુ પણ ખાણની અંદર ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે, પરંતુ સ્થિતિ અત્યંત જોખમી હોવાથી ફસાયેલા લોકોના જીવિત રહેવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.