ચીન-અમેરિકા વચ્ચેની સમજૂતીઓ સ્પર્ધાને મેનેજ કરવાનો પ્રયાસ
ચીન-અમેરિકા વચ્ચેની સમજૂતીઓ સ્પર્ધાને મેનેજ કરવાનો પ્રયાસ
Published on: 09th October, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વોશિંગ્ટનમાં થયેલી મુલાકાત મિત્રતાની નહીં, પરંતુ ટકરાવને નિયંત્રિત રાખીને પોતાના હિતો મહત્તમ મેળવવાની રાજદ્વારી કળા દર્શાવે છે. બંને દેશો વચ્ચે વેપારયુદ્ધ, ટેકનોલોજી, તાઇવાન અને સૈન્ય શક્તિ જેવી બાબતોમાં સ્પર્ધા ચાલી રહી છે. આ મુલાકાતમાં બંને દેશોએ આર્થિક અને વેપાર ક્ષેત્રે લગભગ 30 અબજ ડોલરના પરસ્પર ટેરિફ ઘટાડાની વ્યવસ્થા આગળ વધારવા સંમતિ થઈ. જોકે, આ સમજૂતીઓ સ્પર્ધાનો અંત નથી, પરંતુ તેને મેનેજ કરવાનો પ્રયાસ છે. સીધી અથડામણ બંને માટે નુકસાનકારક બની શકે છે. ટ્રમ્પની transactional diplomacy અને તાઇવાન મુદ્દો આ મુલાકાતના મુખ્ય પાસાં હતા.