UNGA પહેલા ન્યૂયોર્કના એરપોર્ટ પર ટેક્નિકલ ખામી
UNGA પહેલા ન્યૂયોર્કના એરપોર્ટ પર ટેક્નિકલ ખામી
Published on: 22nd September, 2026

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) પહેલા અમેરિકાના ન્યૂયોર્ક સહિત ઉત્તર-પૂર્વના મુખ્ય એરપોર્ટ પર અફરાતફરી મચી હતી. ન્યૂ જર્સીમાં બાંધકામ દરમિયાન ફાઇબર-ઓપ્ટિક કેબલ કપાઈ જવાથી FAA ની કમ્યુનિકેશન સિસ્ટમ પ્રભાવિત થઈ હતી. આ ટેકનિકલ ખામીના કારણે FAA ના ફિલાડેલ્ફિયા ટ્રેકોન એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટર સાથેનું બેકઅપ કમ્યુનિકેશન પણ ખોરવાયું હતું. જેના લીધે હજારો ફ્લાઇટ્સમાં વિલંબ થયો અને અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. બાદમાં ટેકનિકલ ટીમો દ્વારા સમારકામ બાદ કામગીરી શરૂ કરાઈ.