ડેન્ટલ પ્રોફેસર ડૉ. ધારા રાણાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગમાં બ્રોન્ઝ જીત્યો
જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધારા રાણાએ બેંગલુરુમાં યોજાયેલી બીજી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ-2026માં 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં એશિયા અને મધ્યપૂર્વના 53 દેશોના 1,300થી વધુ સ્વિમર્સે ભાગ લીધો હતો. ડૉ. રાણા, જેઓ વ્યવસાયે ડેન્ટિસ્ટ અને પ્રોફેસર છે, તેઓ નેશનલ સ્વિમર અને ઓપન વોટર સ્વિમર પણ છે. તેમણે અગાઉ નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપ-2026માં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.
