સુરેન્દ્રનગરના 4 સભ્યો સાઉદીમાં ફસાયા, રિયાધ એરપોર્ટ પર હુતી હુમલા બાદ ફ્લાઈટ્સ રદ
સાઉદી અરેબીયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓના હુમલા બાદ અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ કારણે સુરેન્દ્રનગરના એક પરિવારના 4 સભ્યો મક્કામાં ફસાયા છે. તેમની અમદાવાદ જવાની ફ્લાઈટ રદ થતાં તેઓ વૈકલ્પિક માર્ગો શોધી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ છે. ઈતીહાદ, કતાર એરવેઝ, એર ઈન્ડીયા, ઈન્ડીગો અને આકાસા એર જેવી એરલાઈન્સે સાઉદી અરેબીયાની ફ્લાઈટ્સ રદ કરી છે. હજ કરવા ગયેલા આ પરિવારે 18 સપ્ટેમ્બરે 26 દિવસની યાત્રા શરૂ કરી હતી, જેમાં તેઓ ઈરાક અને સાઉદી અરેબીયાના વિવિધ શહેરોમાં રોકાયા હતા.
