ખેત બચાવ અભિયાન જન આંદોલન બનશે, ખેતી બચશે તો આવનારી પેઢી પણ બચશે: કૃષિ મંત્રી
ખેત બચાવ અભિયાન જન આંદોલન બનશે, ખેતી બચશે તો આવનારી પેઢી પણ બચશે: કૃષિ મંત્રી
Published on: 01st June, 2026

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શેરથા ગામથી રાજ્યવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’નો શુભારંભ કરાવ્યો, જે 1 જૂનથી 30 જૂન 2026 સુધી ચાલશે. આ અભિયાન હેઠળ, કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ ગામડે-ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહી છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો આ ભગીરથ પ્રયાસ છે.