-
કૃષિ
અલ નીનોની અસર: ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડતી ગરમી બાદ શિયાળા પર સંકટ
પ્રશાંત મહાસાગરમાં 'અલ નીનો' વધુ શક્તિશાળી બનવાની WMO ની ચેતવણી હવામાનમાં મોટા બદલાવ સૂચવે છે. ભારતમાં ઓગસ્ટમાં રેકોર્ડબ્રેક ગરમી અને સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જે IMD દ્વારા સપ્ટેમ્બર માટે પણ આગાહી કરાયો છે. અલ નીનોની અસર ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી રહેવાની શક્યતા છે, જેનાથી શિયાળો ટૂંકો થઈ શકે છે અને ઘઉં જેવા પાકને નુકસાન થઈ શકે છે. આબોહવાકીય ફેરફાર વૈશ્વિક અર્થતંત્ર અને ખાદ્ય સુરક્ષા પર પણ ગંભીર અસર કરી શકે છે.
અલ નીનોની અસર: ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડતી ગરમી બાદ શિયાળા પર સંકટ
ISROનું GSLV-F17 મિશન સફળ: 5.7 ટનના EOS-05 ઉપગ્રહનું SGTOમાં સફળ પ્રક્ષેપણ
ઇસરો દ્વારા 4 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રી હરિકોટા ખાતેથી GSLV-F17 રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ મિશન દ્વારા 5.7 ટન વજન ધરાવતા EOS-05 પૃથ્વી અવલોકન ઉપગ્રહને સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (SGTO)માં સ્થાપિત કરાયો. EOS-05 ઉપગ્રહ ભારતીય ભૂમિ અને આસપાસના વિસ્તારોની રીઅલ ટાઇમ તસવીરો મેળવશે અને તેના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન દર 30 મિનિટે છબીઓ પ્રસારિત કરશે.
ISROનું GSLV-F17 મિશન સફળ: 5.7 ટનના EOS-05 ઉપગ્રહનું SGTOમાં સફળ પ્રક્ષેપણ
સાબરકાંઠાના બટાકા ખેડૂતોનો ખાનગી કંપનીઓ સામે આક્રોશ
સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના બટાકા ઉત્પાદક ખેડૂતો ખાનગી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓની અન્યાયી નીતિઓ સામે લાલઘૂમ થયા છે. હિંમતનગર ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતોએ 100 કિલોએ 1.6 કિલોની ગેરકાયદે કપાત બંધ કરવા, મજૂરી કંપની દ્વારા ચૂકવાય, કુદરતી હોનારતના બહાને ભાવ ઘટાડવાની નીતિ બંધ કરવા અને વધતા ખર્ચ સામે પાકનો વ્યાજબી ભાવ આપવા સહિત 4 કડક માંગણીઓ રજૂ કરી છે. જો માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સાબરકાંઠાના બટાકા ખેડૂતોનો ખાનગી કંપનીઓ સામે આક્રોશ
ભારત માટે ૧.૫૦ અબજ ડોલરની ઘઉં નિકાસની સુવર્ણ તક
રેકોર્ડ ઉત્પાદન, સ્પર્ધાત્મક ભાવ અને અનુકૂળ સ્ટોકને કારણે ભારતમાં ઘઉંની નિકાસ માટે ૧.૫૦ અબજ ડોલરથી વધુની તક સર્જાઈ છે. ભૌગોલિક રાજકીય તણાવ, હવામાન સમસ્યાઓ અને ઊંચા નૂર ખર્ચને કારણે વૈશ્વિક ઘઉં બજારમાં બદલાવ આવ્યો છે, જેના લીધે આયાતકાર દેશો નવા સપ્લાયર શોધી રહ્યા છે. ૨૦૨૬-૨૭માં વૈશ્વિક ઉત્પાદન ઘટવાની અને માંગ વધવાની ધારણા છે. ભારતમાં આંતરિક વપરાશ બાદ પણ નિકાસ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે, જે ભારતીય ઘઉંને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવે છે.
ભારત માટે ૧.૫૦ અબજ ડોલરની ઘઉં નિકાસની સુવર્ણ તક
વરસાદ ખેંચાતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેડૂતોને આકસ્મિક પાક આયોજનની સલાહ
ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ ૨૦૨૬માં વરસાદ ખેંચાવાની સ્થિતિને કારણે પાક ઉત્પાદન પર અસર ન થાય અને ઉપલબ્ધ પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડી વિભાગે ખેડૂતોને આકસ્મિક પાક આયોજન હેઠળ પગલાં લેવા જણાવ્યું છે. જિલ્લામાં સરેરાશ ૬૪૮ મીમી સામે ૪૭૦ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ૪૩૬૯૦૬ હેક્ટર સામે ૪૧૭૪૩૮ હેક્ટરમાં વાવેતર થયું છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ એકાંતર ચાસે પિયત આપી ૩૫% પાણી બચાવવું. ડ્રીપ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. નીંદામણ નિયંત્રણ કરી, શક્ય હોય તો રાસાયણિક ખાતર ટાળી પ્રવાહી ખાતરનો છંટકાવ કરવો. કપાસમાં ચૂસીયા જીવાત માટે લીંબોળીના તેલનો ઉપયોગ કરવો.
વરસાદ ખેંચાતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેડૂતોને આકસ્મિક પાક આયોજનની સલાહ
નર્મદાની કેનાલ હોવા છતાં ખેડૂતો પાણીથી વંચિત
કચ્છના બાગ ગામની નર્મદા મુખ્ય કેનાલમાં પાણી વહી રહ્યું છે, છતાં માઈનોર કેનાલમાં પાણી છોડાયું નથી. બે વર્ષ પહેલાં ટેસ્ટિંગ થયું હતું, પરંતુ ગ્રેડિયન્ટ (ઢોળાવ) ની સમસ્યાને કારણે પાણી સીધું અંતિમ છેડા સુધી વહી જાય છે. મધ્યના ખેતરોમાં પાણી પહોંચતું નથી. અધિકારીઓ અને એન્જિનિયરોની ભૂલના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો લાચાર છે. વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નર્મદાની કેનાલ હોવા છતાં ખેડૂતો પાણીથી વંચિત
પોરબંદરના ખીસ્ત્રી ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી અંગે શિબિર
પોરબંદરના ખીસ્ત્રી ક્લસ્ટરમાં NMNF યોજના હેઠળ ખેડૂતો માટે એક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં ખેડૂતોને રાસાયણિક ખાતરો અને દવાઓનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમમાં અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા organic inputs બનાવવાની વિસ્તૃત રીત સમજાવવામાં આવી. ખેતી ખર્ચ ઘટાડવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ઝેરમુક્ત ઉત્પાદન મેળવવા અંગે ચર્ચા થઈ. નિષ્ણાતોએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ કરી, સ્થાનિક કુદરતી સંસાધનોના ઉપયોગ દ્વારા આર્થિક સક્ષમતા વધારવા માર્ગદર્શન આપ્યું.
પોરબંદરના ખીસ્ત્રી ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી અંગે શિબિર
અપૂરતા વરસાદથી જૂનાગઢ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની ભારતીય કિસાન સંઘની રજુઆત
જૂનાગઢ જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. અનેક વિસ્તારોમાં પાણીની અછતને પગલે પાક સુકાઈ રહ્યા છે, જેનાથી આ વર્ષે મોટા નુકસાનની ભીતિ છે. ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે, જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી સૌની યોજનાનું પાણી તાત્કાલિક પૂરું પાડવામાં આવે. ઘાસચારો ન મળવા અને ખાણદાન મોંઘા થવાને કારણે દૂધ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થયો છે. સમયસર સહાય ન મળે તો ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બનશે.
અપૂરતા વરસાદથી જૂનાગઢ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની ભારતીય કિસાન સંઘની રજુઆત
સુજલામ સુફલામ યોજના હેઠળ બનાસ નદીમાં પાણી છોડવા માંગ
કાંકરેજ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ઉભા પાકને સમયસર પાણીની જરૂર છે, પરંતુ વરસાદના અભાવે પાક મુરજાઈ રહ્યો છે. ભૂગર્ભ જળસ્તર ઊંડું હોવાથી બોરવેલમાંથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. નદી-નાળા અને તળાવો પણ સુકાઈ રહ્યા છે. પશુઓ માટે ઘાસચારાની પણ સમસ્યા સર્જાવાની ભીતિ છે. ખેડૂતોએ સુજલામ સુફલામ યોજના હેઠળ બનાસ નદીમાં પાણી છોડવાની સરકાર સમક્ષ માંગ કરી છે. પાણી આવવાથી ભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને સિંચાઈમાં રાહત મળશે.
સુજલામ સુફલામ યોજના હેઠળ બનાસ નદીમાં પાણી છોડવા માંગ
માલધામાં પૂરે ખેતીની વીજલાઇન તોડી!
માંડવી તાલુકાના માલધા ગામમાં જુલાઈના ભારે વરસાદ અને વિનાશક પૂરના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. પૂરમાં નદીના પ્રવાહને લીધે ખેતીવાડી વિસ્તારમાં વીજળી પૂરી પાડતી લાઇનોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે સિંચાઈ અને ખેતીના કામકાજને માઠી અસર પહોંચી છે. નદીના જોરદાર પ્રવાહને લીધે બે મુખ્ય વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે, જેના કારણે વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. વીજળીના અભાવે ખેડૂતો માટે પિયત કરવું અને કૃષિ કાર્યો કરવા અશક્ય બન્યા છે.
માલધામાં પૂરે ખેતીની વીજલાઇન તોડી!
સાગબારા જંગલ જમીન વિવાદ યથાવત્, ખેડૂતો અને વન વિભાગ સામસામે
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન પર ખેડાણના અધિકારને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ વકર્યો છે. તાજેતરમાં હલગામ પાડી ગામના ખેડૂતો અને વન વિભાગના અધિકારીઓ કમ્પાર્ટમેન્ટ નંબર 454માં ખેતી કરવા પહોંચતા ઘર્ષણ થયું. વન વિભાગે ટ્રાયબલ વિભાગ પાસેથી માન્ય દસ્તાવેજો મેળવ્યા બાદ જ ખેડાણ કરવાની શરત મૂકી. ખેડૂતો છેલ્લા 20 મહિનાથી વન અધિકાર કાયદા હેઠળ હકની રાહ જોઈ રહ્યા છે અને વધુ 90 દિવસ રાહ જોવાની વાતથી રોષે ભરાયા છે.
સાગબારા જંગલ જમીન વિવાદ યથાવત્, ખેડૂતો અને વન વિભાગ સામસામે
સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે, જેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 14% વરસાદની ઘટ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 35% ઘટ જોવા મળી રહી છે. અલ નીનોની અસરને કારણે શિયાળા દરમિયાન પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદની અછતને કારણે કૃષિ અને જળસ્ત્રોતો પર સંકટ તોળાઈ રહ્યું છે.
સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં નવો વળાંક!
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ ધરણાના અંતના ગણતરીના દિવસોમાં જ નાલ ગામના આદિવાસી ખેડૂતોને ખેડાણ કરવા જતાં વન વિભાગ સાથે ફરી બબાલ થઈ. 23 દિવસના આંદોલન બાદ મંત્રીઓએ ઉકેલનો દાવો કર્યો હતો, પરંતુ જમીની હકીકત અલગ છે. વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળના દાવાઓ પેન્ડિંગ હોવા છતાં વન વિભાગ દ્વારા ખેડૂતોને ખેડાણ કરતાં અટકાવવાના આક્ષેપથી મુદ્દો ફરી ગરમાયો છે. કોંગ્રેસે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી પર કાર્યવાહીની માંગ કરી છે.
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં નવો વળાંક!
સૌરાષ્ટ્રમાંથી વાર્ષિક ૧૭ કરોડ લીલા નાળિયેરનું વેચાણ
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાળિયેરીનું ઉત્પાદન અને વેચાણ મોટા પાયે થાય છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો નાળિયેરીના વાવેતરમાં પ્રથમ ક્રમે છે. કુલ ૨૮૦૦૦ હેક્ટરમાં થતા વાવેતર પૈકી ૧૭૫૦૦ હેક્ટર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં છે. દર વર્ષે સૌરાષ્ટ્રમાંથી અંદાજે ૧૭ કરોડ લીલા નાળિયેર દેશભરમાં વેચાય છે, જેમાં જૂનાગઢ જિલ્લાનો ફાળો સાત કરોડ જેટલો છે. સરકાર દ્વારા નાળિયેરી બીટી જાતને પ્રોત્સાહન આપવા માટે આકર્ષક ઈન્સેટિવ્સ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે વાવેતરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાંથી વાર્ષિક ૧૭ કરોડ લીલા નાળિયેરનું વેચાણ
ધોળકાના 5 ગામોની ચીમકી: કેમિકલયુક્ત પાણીનો ઉકેલ નહીં તો MLA ના ઘરે ઠાલવાશે ટેન્કરો
ધોળકા તાલુકાના પાંચ ગામોના લોકો દૂષિત કેમિકલયુક્ત પાણી સામે છેલ્લા 11 દિવસથી આક્રમક આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો આગામી સમયમાં પાણીના નિકાલની સમસ્યા હલ નહીં થાય, તો ગ્રામજનો ધોળકાના ભાજપ MLA કિરીટસિંહ ડાભીના ઘરે ટેન્કરો મારફતે ગંદુ પાણી ઠાલવવાની ચીમકી આપી છે. છેલ્લા 15 વર્ષથી ખુલ્લામાં ઠલવાતા ગંદા પાણી અને કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે ભૂગર્ભ જળ દૂષિત થયું છે, જેના કારણે કેન્સર અને ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. તંત્રએ પાંચ કંપનીઓને નોટિસ ફટકારી છે.
ધોળકાના 5 ગામોની ચીમકી: કેમિકલયુક્ત પાણીનો ઉકેલ નહીં તો MLA ના ઘરે ઠાલવાશે ટેન્કરો
ગૂગલના જમાનામાં ગૂગળ બચાવવા કચ્છમાં ગૌચર પહેલ
ડિજિટલ યુગમાં ‘Google’ પર માહિતી શોધાય છે, પણ ઔષધીય વનસ્પતિ ‘ગૂગળ’ને જમીન પર ફરી જીવંત કરવું જરૂરી છે. આ વિચાર સાથે કચ્છમાં ગૌચર પુનઃસ્થાપન અભિયાન શરૂ કરાયું છે. ‘નેચર ફાઉન્ડેશન’ દ્વારા સુઝલોન ફાઉન્ડેશન અને રેલડી મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડના સહયોગથી 5 ગામોમાં ‘ખારા ગૂગળ’ અને ‘મીઠા ગૂગળ’નું મોટા પાયે વાવેતર થયું છે. આ પહેલ જૈવવિવિધતા, ઔષધીય વારસો અને પર્યાવરણ રક્ષણ માટે મહત્વપૂર્ણ છે.
ગૂગલના જમાનામાં ગૂગળ બચાવવા કચ્છમાં ગૌચર પહેલ
કલેક્ટર કરતાં 7 ગણું કમાતી બનાસકાંઠાની મહિલા
બનાસકાંઠાની તસ્લીમબેન ઝવેરી, માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં, પશુપાલનના પરંપરાગત વ્યવસાયમાં અજોડ સફળતા મેળવી છે. 350 થી વધુ ભેંસોના ફાર્મ સાથે, તેઓ બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા બની પ્રથમ ક્રમે આવ્યા છે. દૈનિક 2200-2300 લીટર દૂધ ઉત્પાદનથી લગભગ રૂ. 1.5 લાખની આવક થાય છે. કુલ 500 ભેંસો અને રૂ. 6 કરોડના દૂધના વેચાણનું આગામી લક્ષ્ય ધરાવે છે.
કલેક્ટર કરતાં 7 ગણું કમાતી બનાસકાંઠાની મહિલા
ચોમાસામાં ભારે વરસાદ-પૂરને કારણે ચીકુની મુખ્ય સિઝન લંબાશે
નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને કારણે ચીકુ પકવતા ખેડૂતો મુશ્કેલીમાં છે. જુલાઈમાં અંબિકા નદીમાં આવેલા પૂર અને સતત વરસાદથી વાડીઓમાં પાણી ભરાતા મોટા પાયે ચીકુના ફૂલ ખરી પડવાની (ફ્લાવરિંગ ડ્રોપ) સમસ્યા સર્જાઈ છે. સામાન્ય રીતે શ્રાવણથી ધમધમતા અમલસાડ માર્કેટ યાર્ડમાં હજુ આવક શરૂ ન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં છે. આ પરિસ્થિતિને કારણે નવેમ્બરની મુખ્ય સિઝન 15 થી 30 દિવસ મોડી અથવા ફેબ્રુઆરી સુધી લંબાવાની શક્યતા છે.
ચોમાસામાં ભારે વરસાદ-પૂરને કારણે ચીકુની મુખ્ય સિઝન લંબાશે
વિશ્વ નાળિયેર દિવસ: નાળિયેર હવે પેકેજ્ડ વોટર અને કોકોપીટ ઉદ્યોગોનો બન્યું સાથી
વિશ્વ નાળિયેર દિવસ 02 સપ્ટેમ્બરે નાળિયેરના આર્થિક અને પર્યાવરણીય મહત્વ અંગે જાગૃતિ લાવવા ઉજવાય છે. વલસાડ જિલ્લામાં 3,000 હેક્ટરમાં નાળિયેરી વાવેતર થાય છે. દરિયાકાંઠાની ખારાશવાળી જમીન તેના માટે અનુકૂળ છે. નાળિયેરીના વૃક્ષો ભારે પવન સામે રક્ષણ આપે છે. કોકોપીટની સોઇલલેસ કલ્ચરમાં માંગ વધી છે, અને નાળિયેર પાણી હવે પેકેજ્ડ સોફ્ટ ડ્રિન્ક તરીકે વેચાઈ રહ્યું છે. પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધનથી ખેડૂતોની આવક વધી રહી છે.
વિશ્વ નાળિયેર દિવસ: નાળિયેર હવે પેકેજ્ડ વોટર અને કોકોપીટ ઉદ્યોગોનો બન્યું સાથી
અમરેલીમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક પર સંકટ!
ધારી અને લાઠી તાલુકામાં ખેતી મુખ્ય આધાર છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ ખેડૂતોએ મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું. પરંતુ વાવણી બાદ વરસાદ લાંબો સમય ખેંચાતા પાકને પૂરતું પાણી મળતું નથી. અનેક ખેતરોમાં ઊભેલા પાક સુકાઈ રહ્યા છે, જેના કારણે મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પાણીમાં જવાની ભીતિ છે. વરસાદ આધારિત ખેડૂતોની સ્થિતિ અત્યંત કપરી બની છે. તેઓ મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે, જેથી બાકી રહેલો પાક બચી શકે. હાલ ખેતીવાડી વિભાગ પાકની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
અમરેલીમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક પર સંકટ!
પોરબંદરના બરડા પંથકમાં ખેડૂતો પાણી માટે વલખા
પોરબંદરના બરડા વિસ્તારમાં આ વર્ષે ચોમાસામાં અલ્પવર્ષા થતાં ખેડૂતો સામે સિંચાઈનું ગંભીર સંકટ ઊભું થયું છે. માત્ર એકથી દોઢ ઇંચ વરસાદ પડતાં કુવા અને અન્ય જળસ્રોતો સુકાઈ ગયા છે. આગોતરું વાવેતર કરનારા ખેડૂતો હવે પાક બચાવવા માટે પાણીની શોધમાં છે. આ અંગે બગવદર ખાતે 8 થી 10 ગામના લગભગ 100 ખેડૂતો ભેગા મળી ધારાસભ્ય રામદેવભાઈ મોઢવાડિયાને સિંચાઈ માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. તેમણે આગોતરા વાવેતરને બચાવવા માટે પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની ભીતિ વ્યક્ત કરી હતી.
પોરબંદરના બરડા પંથકમાં ખેડૂતો પાણી માટે વલખા
સુરેન્દ્રનગરના મૂળી માર્કેટ યાર્ડની ચૂંટણી
સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી (APMC)ની ચૂંટણી જાહેર થઈ છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં 2 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 9 સપ્ટેમ્બરે મતદાન અને 10 સપ્ટેમ્બરે મતગણતરી થશે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારો હોવાથી, આ બેઠકો બિનહરીફ થવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યા છે.
સુરેન્દ્રનગરના મૂળી માર્કેટ યાર્ડની ચૂંટણી
નર્મદા સાગબારા જંગલ વિવાદ ઉકેલવાના મંત્રીઓના દાવાઓનું 24 કલાકમાં સુરસુરિયું
નર્મદાના સાગબારા જંગલ ખાતે 23 દિવસ ચાલેલા આદિવાસી ખેડૂતોના આંદોલન બાદ મંત્રીઓએ વિવાદ ઉકેલવાનો દાવો કર્યો હતો, પરંતુ 24 કલાકમાં જ પરિસ્થિતિ ફરી વણસી. નાલ ગામના ખેડૂતો ખેડાણ કરવા જતા વન વિભાગના કર્મચારીઓ સાથે ફરી બબાલ થઈ. ખેડૂતોનો આક્ષેપ છે કે મંત્રીઓએ માત્ર પારણા કરાવ્યા, પરંતુ આદિવાસીઓના હક-અધિકારો પર ધ્યાન આપ્યું નથી. વનમંત્રીએ 90 દિવસમાં સનદ આપવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેની કોઈ સ્પષ્ટતા નથી. આ ઘટના ગુજરાતના રાજકારણમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે.
નર્મદા સાગબારા જંગલ વિવાદ ઉકેલવાના મંત્રીઓના દાવાઓનું 24 કલાકમાં સુરસુરિયું
નાળિયેર ઉત્પાદનોની નિકાસમાં 62% નો જંગી વધારો!
નાણાકીય વર્ષ 2026માં, ભારતીય નાળિયેર ઉત્પાદનોની નિકાસ ₹4,349.03 કરોડથી 62% વધીને ₹7,038.35 કરોડ (794.70 મિલિયન US ડોલર) પર પહોંચી છે. વૈશ્વિક નાળિયેર ઉત્પાદનમાં 31.24% હિસ્સો ધરાવીને, ભારત સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અને ICAR-CPCRI જેવી સંસ્થાઓ આ ક્ષેત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહી છે, જે ₹350 કરોડની 'Coconut Promotion Scheme' થી વધુ પ્રોત્સાહન પામશે.
નાળિયેર ઉત્પાદનોની નિકાસમાં 62% નો જંગી વધારો!
ગુજરાતમાં ખેડૂતોની ડબલ મુશ્કેલી: વરસાદની અછત અને પાક રોગ
ગુજરાતના ખેડૂતો આ વર્ષે મુશ્કેલીમાં છે. મુખ્ય રોકડિયા પાક, મગફળી અને કપાસ, રોગ અને જીવાતના ભારે ઉપદ્રવથી પીડાઈ રહ્યા છે. ચોમાસાના પાછતરા વરસાદની ખેંચને કારણે પાક સુકાઈ જવાની ભીતિ છે. કપાસમાં 'સુકારો' અને ગુલાબી ઈયળનો પ્રકોપ છે, તો મગફળીમાં ફૂગજન્ય રોગો, જેમ કે મૂળખાઈ અને પાનના ટપકાં, જોવા મળી રહ્યા છે. પાણીની અછત વચ્ચે ખેડૂતો સિંચાઈ પદ્ધતિઓ પર આધાર રાખી રહ્યા છે, પરંતુ ભૂગર્ભ જળ પણ ઘટી રહ્યા છે. નર્મદા નહેરના પાણીની તાત્કાલિક જરૂરિયાત સાથે, ખેડૂતો સાર્વત્રિક વરસાદની આશા રાખી રહ્યા છે.
ગુજરાતમાં ખેડૂતોની ડબલ મુશ્કેલી: વરસાદની અછત અને પાક રોગ
સૌરાષ્ટ્રમાં વરસાદની અછત!
સૌરાષ્ટ્રમાં જુલાઈ મહિના બાદ ઓગસ્ટમાં વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી બીજા વરસાદની રાહ જોઈ રહેલા જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે. આગામી સપ્તાહ સુધી વરસાદની કોઈ આશા ન હોવાથી મગફળી, કપાસ અને સોયાબીનના પાક નિષ્ફળ જવાની ભીતિ છે. કૂવા અને બોરના પાણીથી પાકને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ જતાં કૂવાના તળિયા દેખાઈ રહ્યા છે. વીજળી કાપ અને ઓછા વોલ્ટેજની સમસ્યાએ ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બનાવી છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની અછત!
પાક નુકસાની, દેવું-વ્યાજ માફી, મફત ઘાસચારો, રાહત પેકેજ અને વીજબીલ માફીની માંગ
પોરબંદર જિલ્લામાં વરસાદની અનિયમિતતા અને પાક નુકસાનીથી ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને પગલે, પોરબંદર જિલ્લાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહત પગલાં ભરવાની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે અનિયમિત વરસાદને કારણે ઊભા પાકને મોટો ફટકો પડ્યો છે અને ઘાસચારાની તંગી સર્જાઈ છે. ખેડૂતો અને માલધારીઓની દયનીય આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ દેવું અને વ્યાજ માફી, વિનામૂલ્યે ઘાસચારો, વિશેષ રાહત પેકેજ અને ખેતીવાડી વપરાશના તમામ વીજબીલ માફ કરવાની માંગ કરવામાં આવી છે.
પાક નુકસાની, દેવું-વ્યાજ માફી, મફત ઘાસચારો, રાહત પેકેજ અને વીજબીલ માફીની માંગ
પંચમહાલમાં 15 દિવસથી વરસાદ નહીં, 54 હજાર હેક્ટરમાં મકાઈ પાક પર સંકટ
પંચમહાલ જિલ્લામાં 76% વરસાદ થયા છતાં છેલ્લા 15 દિવસથી વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે. જો આગામી 7 દિવસમાં વરસાદ નહીં પડે તો 1.68 લાખ હેક્ટરમાં થયેલા પાકને, ખાસ કરીને 54,500 હેક્ટરમાં વાવેલી મકાઈને ગંભીર નુકસાન થવાની ભીતિ છે. મકાઈના દૂધિયા દાણા ભરાવાના સમયે જમીનમાં ભેજ ઘટવાને કારણે છોડને પૂરતા પોષક તત્વો મળી શકતા નથી, જેનાથી દાણા ફોલા રહી જવાની શક્યતા છે. ખેતીવાડી વિભાગ પણ નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યું છે.
પંચમહાલમાં 15 દિવસથી વરસાદ નહીં, 54 હજાર હેક્ટરમાં મકાઈ પાક પર સંકટ
સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી સુકાઈ
સંખેડા અને બહાદરપુર વચ્ચેથી પસાર થતી ઓરસંગ નદીમાં અપૂરતા વરસાદને કારણે પાણીની ભારે અછત સર્જાઈ છે. મધ્યપ્રદેશના ડુંગરમાંથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી આ નદીમાં ચોમાસામાં પણ પૂર આવ્યું નથી. આ પરિસ્થિતિ ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય બની છે. પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે અને રવિ પાકની વાવણી કરવી પણ મુશ્કેલ બની શકે છે. વરસાદની ખેંચને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી સુકાઈ
ગરૂડેશ્વર તાલુકાના સાંઢિયા ગામે ખેડૂતો માટે કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંઢીયા ગામે ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, નવીન તકનીકો અને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા માટે એક સફળ કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. કૃષિ નિષ્ણાતોએ ખેતીમાં ઉત્પાદન વધારવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે વિસ્તૃત માહિતી આપી. ખેડૂતોએ તેમના પ્રશ્નો રજૂ કર્યા, જેના નિષ્ણાતોએ ઉકેલ આપ્યા. આ કાર્યક્રમમાં સાંઢીયા અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.