મહીસાગરના ખેડાપા ગામે નવી સરકારી શાળાની મંજૂરી રદ કરવાનો નિર્ણય
મહીસાગરના ખેડાપા ગામે નવી સરકારી શાળાની મંજૂરી રદ કરવાનો નિર્ણય
Published on: 12th June, 2026

મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળની બેઠકમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા. જેમાં નવા પ્રમુખ તરીકે પૂર્વ સંસદ સભ્ય રતનસિંહ રાઠોડની નિમણૂંક અને શાળા પ્રવેશોત્સવ સાદાઈથી ઉજવવા રજૂઆત કરવાનો સમાવેશ થાય છે. સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે નવી સરકારી શાળાની મંજૂરી આજુબાજુની ગ્રાન્ટેડ શાળાઓ પર માઠી અસર કરતી હોવાથી, મંડળે તે રદ કરવા પત્ર મોકલવાનું નક્કી કર્યું. શાળાઓમાં ક્લાર્ક, સેવક અને શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા, સોલાર સિસ્ટમ સ્થાપવા, S.O.E. ગ્રાન્ટના વપરાશ અને સ્વચ્છતા માટે ગ્રાન્ટ ફળવવા જેવી માંગણીઓ પણ કરાઈ.