પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પાક સહાયની માગ સાથે કોંગ્રેસની ટ્રેક્ટર રેલી
પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પાક સહાયની માગ સાથે કોંગ્રેસની ટ્રેક્ટર રેલી
Published on: 11th September, 2026

વડોદરાના પાદરા તાલુકામાં વરસાદના અભાવે પાકને નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આ મુદ્દે પાદરા તાલુકા કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી યોજી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક પાક સહાય આપવા, 16 કલાક વીજ પુરવઠો આપવા અને નર્મદા નહેરમાં પાણી છોડવા સહિતની મુખ્ય માંગણીઓ કરાઈ. રેલી મુવાલથી શરૂ થઈ પાદરા મામલતદાર કચેરી પહોંચી, જ્યાં આવેદનપત્ર સુપરત કરાયું. જશપાલસિંહ પઢીયાર સહિત અનેક આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા.