ચાતુર્માસનો પ્રારંભ: 118 દિવસ શુભ કાર્યો પર વિરામ
ચાતુર્માસનો પ્રારંભ: 118 દિવસ શુભ કાર્યો પર વિરામ
Published on: 24th July, 2026

આષાઢ મહિનાની દેવશયની એકાદશીથી (25 જુલાઈ) શરૂ થતા ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ 118 દિવસની યોગનિદ્રામાં રહેશે. આ સમયગાળામાં લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો સંપૂર્ણપણે વર્જિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ સમય દરમિયાન સૃષ્ટિનું પાલનહાર સૂતો હોવાથી માંગલિક કાર્યો ટાળવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિમાં ચાતુર્માસનું વિશેષ મહાત્મ્ય છે, જેમાં ભક્તો નામસ્મરણ અને નિયમોનું પાલન કરે છે. જૈન ધર્મમાં પણ આ સમયનું ખૂબ મહત્વ છે.