અભિનેત્રી આંચલ ખુરાનાનો ખુલાસો: ગુસ્સામાં ટોયલેટ ક્લિનર પીને હાથ પર ચીરા માર્યા
અભિનેત્રી આંચલ ખુરાનાનો ખુલાસો: ગુસ્સામાં ટોયલેટ ક્લિનર પીને હાથ પર ચીરા માર્યા
Published on: 05th August, 2026

ટેલિવિઝન અભિનેત્રી આંચલ ખુરાનાએ પોતાના ભૂતકાળના દર્દનાક અનુભવો શેર કર્યા છે. બાળપણમાં મળેલા ટોણા અને પરિવાર તરફથી પ્રેમનો અભાવ તેને ખૂબ અસર કરતો હતો. આંચલ જણાવ્યું કે, તે એટલી ગુસ્સામાં આવી જતી હતી કે, પોતાની જાતને નુકસાન પહોંચાડતી હતી. એકવાર તેણે ગુસ્સામાં ટોયલેટ ક્લિનર પી લીધું હતું અને પોતાના હાથ પર ચીરા માર્યા હતા. આત્મહત્યાના આ પ્રયાસ બાદ તે એક મહિનો હોસ્પિટલમાં રહી હતી. રોડીઝ જીત્યા બાદ તેના પરિવાર અને સંબંધીઓ તેનો સન્માન કરવા લાગ્યા, પરંતુ તેના મનમાં હજી પણ પ્રેમની ઉણપ અનુભવાય છે.