રુક્મિણી વસંથ: ટોક્સિકમાં 'મેલિસા'નું પાત્ર કારકિર્દીનો અનોખો પડાવ
રુક્મિણી વસંથ: ટોક્સિકમાં 'મેલિસા'નું પાત્ર કારકિર્દીનો અનોખો પડાવ
Published on: 28th August, 2026

કન્નડ અને ઈન્ડિયન સિનેમામાં પોતાની અદાકારી માટે જાણીતા એક્ટ્રેસ રુક્મિણી વસંથે ફિલ્મ 'ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'માં 'મેલિસા' તરીકે અનોખો અવતાર ધારણ કર્યો છે. આ ફિલ્મ દર્શકોનો પ્રેમ મેળવી રહી છે અને બોક્સઓફિસ પર રેકોર્ડ તોડી શકે છે. 'કાંતારા'માં નેગેટિવ શેડ્સ ભજવી દર્શકોને ચોંકાવ્યા બાદ, 'ટોક્સિક'નો જટિલ 'ગ્રે શેડ' વાળો રોલ રુક્મિણી માટે કારકિર્દીનો મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ રહ્યો છે.