ગોવિંદા-સુનિતા ઝઘડા પર આરતી સિંહની પ્રતિક્રિયા
ગોવિંદા-સુનિતા ઝઘડા પર આરતી સિંહની પ્રતિક્રિયા
Published on: 22nd August, 2026

સુપરસ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. સુનિતાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે અને દાવો કર્યો છે કે ગોવિંદા બીજા લગ્ન કરી રહ્યા છે. આ મામલે હવે ગોવિંદાની ભાણી આરતી સિંહે પણ પ્રતિક્રિયા આપી છે. આરતીએ કહ્યું કે, "જેમ મેં અગાઉ કહ્યું છે, હું વડીલો વચ્ચે નથી બોલતી. આ તેમનો અંગત મામલો છે. જે લોકો ફૂટેજ લેવા માંગે છે તેઓ મેળવી રહ્યા છે, પરંતુ હું તેમાંથી નથી, કારણ કે હું ફેમિલી મેમ્બર છું. મારી લાગણીઓ હું ઘરે પરિવાર સાથે શેર કરીશ."