ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં ઘટાડો
ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં ઘટાડો
Published on: 24th September, 2026

છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલોના ભાવમાં લગભગ 20% નો વધારો થયા બાદ, કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે. પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ સહિતના મુખ્ય ખાદ્ય તેલો પરની આયાત ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે તહેવારોની સિઝનમાં ખાદ્યતેલના ભાવ નીચા આવવાની અપેક્ષા છે, જેનાથી ગૃહિણીઓને મોટી રાહત મળશે. ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની આયાત ડ્યુટી સંપૂર્ણપણે શૂન્ય કરી દેવામાં આવી છે.