ફ્યુલ જેટ મોંઘું થતાં ઈન્ડિગોએ આ રુટની ફ્લાઈટોમાં કર્યો ઘટાડો
ફ્યુલ જેટ મોંઘું થતાં ઈન્ડિગોએ આ રુટની ફ્લાઈટોમાં કર્યો ઘટાડો
Published on: 09th September, 2026

એવિએશન ફ્યુઅલના ભાવ વધતા ઈન્ડિગોએ ફ્લાઈટ શેડ્યુલમાં કાપ મૂક્યો છે. ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પરથી કોલકાતા, નવી મુંબઈ અને વારાણસી રૂટ પરની ફ્લાઈટ્સની ફ્રીક્વન્સી ઘટાડાઈ છે. હવે અહીંથી માત્ર 5 રૂટ પર સેવાઓ ચાલુ છે. ઈંધણનો ખર્ચ 40%થી 60% હોવાથી આ નિર્ણય લેવાયો. મુસાફરોને વેબસાઈટ પર શેડ્યુલ તપાસવા અપીલ કરાઈ છે.