ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો
ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો
Published on: 11th September, 2026

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડ 108 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યું છે, જે 25 મે પછીનો સૌથી ઊંચો સ્તર છે. WTI ક્રૂડનો ભાવ પણ 102.97 ડોલર થયો છે. અમેરિકા-ઈરાન તણાવ, સાઉદી અરેબિયામાં ઉત્પાદન ઘટાડો અને ચીનની પુનઃખરીદી મુખ્ય કારણો છે. ભારતે 85% ક્રૂડ આયાત કરવું પડે છે, તેથી ભાવ વધવાથી ઈમ્પોર્ટ બિલ વધશે અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે.