BRICS સંમેલનને કારણે દિલ્હીમાં ટ્રેનો રદ અને રૂટમાં ફેરફાર
BRICS સંમેલનને કારણે દિલ્હીમાં ટ્રેનો રદ અને રૂટમાં ફેરફાર
Published on: 11th September, 2026

BRICS સંમેલનના કારણે 11, 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં ઘણી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા આ સંમેલન માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કારણે ઘણી ટ્રેનો રદ કરાઈ છે, કેટલીકને ડાયવર્ટ કરાઈ છે, અને કેટલીકને ટૂંકી કરાઈ છે. દિલ્હીથી મુંબઈ કે મુંબઈથી દિલ્હીની યાત્રા કરનારા મુસાફરો તેમજ સ્થાનિક EMU ટ્રેનોનો ઉપયોગ કરનારાઓએ આ ફેરફારો ધ્યાનમાં લેવા જરૂરી છે. મુસાફરી કરતા પહેલા ટ્રેનની લેટેસ્ટ સ્ટેટસ અને રૂટ વિશે માહિતી મેળવી લેવી હિતાવહ છે.