ઓગસ્ટમાં સોનાના વૈશ્વિક ભાવમાં ૧૩% તેજી
ઓગસ્ટમાં સોનાના વૈશ્વિક ભાવમાં ૧૩% તેજી
Published on: 11th September, 2026

ઓગસ્ટ મહિનામાં સોનાના વૈશ્વિક ભાવમાં ૧૩ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જે છેલ્લા ૨૫ વર્ષમાં એક મહિનામાં ત્રીજી સૌથી મોટી મન્થલી તેજી દર્શાવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના રિપોર્ટ મુજબ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં જંગી ખરીદી અને ડોલરમાં નબળાઈ આ રેલીના મુખ્ય કારણો બન્યા. વૈશ્વિક રોકાણકારોએ ETFs માં ૧૮ અબજ ડોલર ઠાલવ્યા, જે મૂલ્યની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો મન્થલી ઈન્ફલો છે. આ સાથે, ગોલ્ડ ETFs ની એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) ૧૬% વધીને ૬૧૫ અબજ ડોલર પહોંચી ગઈ છે.