સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા.
સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા.
Published on: 21st May, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. જોકે મંગળવારના બંધ ભાવની સરખામણીએ બુધવારે બંધ ભાવ એકંદરે નીચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૪૪થી ૪૫૪૫ ડોલર વાળા નીચામાં ભાવ ૪૪૫૩ થઈ ૪૪૯૧થી ૪૪૯૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. જો કે ઘરઆંગણે કિમતી ધાતુઓના ભાવ  નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં તથા ડોલર ઉછળતાં બપોર પછી કિંમતી ધાતુઓના ભાવ ફરી ઉંચકાયા હતા.