વેપારીઓએ પોલીસને માહિતી આપવા D I G એ કરી અપીલ
વેપારીઓએ પોલીસને માહિતી આપવા D I G એ કરી અપીલ
Published on: 22nd August, 2026

જૂનાગઢમાં ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં વેપારીઓ, સામાજિક અને રાજકીય સંગઠનોએ કાયદો-વ્યવસ્થા અંગે પોલીસ સાથે ચર્ચા કરી. ડીઆઈજીએ સ્પષ્ટ કર્યું કે શહેરમાં કાયદાથી ઉપર કોઈ નથી, પોલીસ પણ નહીં. આરટીઆઈ એક્ટિવિસ્ટોના ત્રાસ સામે ફરિયાદ કરવા અપીલ કરાઈ. વેપારીઓને નેત્રમ યોજના હેઠળ કેમેરા વધારવા અને માહિતી આપવા જણાવાયું. વ્યાજખોરોના ત્રાસ સામે કેમ્પ અને મોબાઈલ લોન હપ્તા ડિફોલ્ટ કેસમાં ટેકનિકલ સમસ્યા અંગે પણ ચર્ચા થઈ.