ગુજરાતમાં બોગસ દવાઓનું નેટવર્ક ઝડપાયું!
ગુજરાતમાં બોગસ દવાઓનું નેટવર્ક ઝડપાયું!
Published on: 22nd August, 2026

ગુજરાત FDCA દ્વારા બનાવટી દવાઓના વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. બાતમીના આધારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ ચાલી રહી છે. અનેક મેડિકલ સ્ટોર્સ અને એજન્સીઓમાં દરોડા પાડી બ્લડ પ્રેશર (BP) સહિતની બોગસ દવાઓ ઝડપાઈ છે. જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET અને અન્ય શંકાસ્પદ દવાઓનો મોટો જથ્થો seized કરાયો છે. આશરે રૂ. 1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરાયો છે. સપ્લાય ચેનની તપાસ ચાલુ છે અને જરૂર પડ્યે કડક કાર્યવાહી કરવામાં આવશે.